જામનગરની જીજી હોસ્પિટલના કાન નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન માટે ગાંધીનગરથી સ્પેશિયલ કોકલીયર ઇમ્પ્લાન્ટ માટેની ટીમ અહીં મોકલવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળામાં કોઈ બાળકને કાન, નાક અને ગળાની તકલીફ હોય તો તેના માટે સ્પીચ થેરાપી પણ આપવામાં આવે છે. જામનગરમાં આ પ્રકારના ઓપરેશન પ્રથમ વખત કરવામાં આવનાર છે જો કોઈ બાળકને બોલવામાં તકલીફ પડતી હોય કે બેરું હોય તો છ વર્ષ સુધીના બાળકો માટે આ ઓપરેશન કરવામાં આવે છે જેમાં ખાનગી હોસ્પિટલોમાં અંદાજીત ખર્ચ રૂપિયા ૬ થી ૧૦ લાખ સુધીનો હોય છે પરંતુ અહીં જામનગરની જી.જી.હોસ્પિટલમાં આ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. જામનગર જીજી હોસ્પિટલના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તથા સુપ્રીમ ટેન્ડર તિવારીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ભદ્રેશ વ્યાસ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટર વંદના, ચેતન ત્રિવેદી અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના સહકારથી જીજી હોસ્પિટલના એન્ટી વિભાગ ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા બાળકોને નવા જીવનની રાહ આપવામાં આવે છે.