Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર બાર એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદ વકીલોને કરાશે રાશન કીટનું વિતરણ.

Share

કોરોના મહામારી સમગ્ર દેશમાં ફેલાયેલ છે બીજા લહેર પછી હાલ ત્રીજી લહેર ચાલી રહી છે અને ઘણા લોકોને ઈનફેક્ટ કરેલ છે. આ કોરોના મહામારીમાં ઘણા ખરા વકીલો પણ કોરોના પોઝિટિવ થયા છે તેમજ ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર જિલ્લાની તમામ કોર્ટો હાલના સંજોગોમાં બંધ રાખવામાં આવેલ છે જેમાં જામનગર વકીલ મંડળ દ્વારા આ અગાઉ પણ વકીલ મંડળના તમામ સભ્યોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડીને સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

હાલના સમયમાં કોરોનાની ત્રીજો લહેર ચાલી રહી છે તેવા સંજોગોમાં જામનગર વકીલ મંડળે ફરી એક નિર્ણય લીધો છે કે વકીલ મંડળના તમામ સભ્યોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘેર ઘેર પહોંચતી કરવામાં આવશે જેમાં ઘર વપરાશમાં આવતી ચીજવસ્તુઓ રોજબરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ તથા એક મહિનો ચાલે તેટલું અનાજ, કરિયાણું વકીલ મંડળના સભ્યોના ઘેર ઘેર પહોંચી કરવામાં આવશે, જે કોઈપણ વકીલ મિત્રોને આ કીટની જરૂરીયાત હોય તેઓએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, સનદ નંબર, જામનગર બાર એસોસિયેશનના સભ્યોને મેસેજ કરવો જે કોઈપણ વકીલ મિત્ર કીટ મેળવવા ઈચ્છતા હોય તેમને વિગત ગુપ્ત રાખવામાં આવશે.આ તકે જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ સુવા દ્વારા જરૂરિયાત મંદ વકીલોને વિના સંકોચે જાણ કરવા અપીલ કરવામાં આવેલ છે હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે તે કાલે જતો રહેશે કામ વગર ઘરની બહાર કોઈએ નીકળવું નહીં તેમ જ આ કપરા કાળમાં જામનગર બાર એસોસિયેશન તમામ વકીલ મંડળ તેમની સાથે જ છે કોઈ પણ મૂંઝવણ હોય તો તાત્કાલિક ધોરણે જામનગર બાર એસોસિયેશનના સભ્યોનો સંપર્ક કરવો તેમ એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરત : આજે આપણે એક એવા ચર્ચની વાત કરી રહ્યા છીએ જે 200 વર્ષ જુનું છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસે વહેતી ખાડીમાં જાંબોલીની મહિલા તણાઇ.

ProudOfGujarat

ભરૂચ : વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્વારા મિશન એવરેસ્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!