Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : વેકસીનેશનનો આંકડો ૧૦૦ કરોડને પાર થતા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો.

Share

સમગ્ર ભારતમાં કોરોના વેકસીનેશનનો આંકડો ૧૦૦ કરોડને પાર થતા જામનગર ભારતીય જનતા યુવા મોરચા અને જામનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ૧૦૦ નો આંકડો બનાવી અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આજે સવારે જામનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને અનુશાસિત કરી ૧૦૦ નો આંકડો બનાવી હારબંધ વિદ્યાર્થીઓને ઉભા રાખી વેકસીનેશન કામગીરી ૧૦૦ કરોડને પાર થતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડે.મેયર તપનભાઇ પરમાર, શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરા, સ્ટે.ચેરમેન મનીષભાઇ કટારિયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, મીડીયા સેલના કન્વીનર ભાર્ગવભાઇ ઠાકર સહિતના ભાજપના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોર્પોરેટ જગતનું રૂ. 22.842 કરોડનું કૌભાંડ આખરે એબીજી ના કર્મચારીઓને તેમના હકના નાણાં ક્યારે મળશે ???

ProudOfGujarat

પાલેજમાં ગરીબ પરિવારોને સો જેટલી અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરાની ખાનગી સોસાયટીઓને 20% ફાળા સાથે આંતરિક સ્ટ્રીટલાઇટ અપાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!