જામનગર માં થોડા દિવસો પહેલા આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. લોકોના ઘર, દુકાન, ખેતરમાં ભારે નુકસાની થઈ છે. આ નુકસાનીએ અનેક લોકોને રડાવ્યા. લોકો પાસે પોતાની બચતનું કંઈ બચ્યુ નથી. ત્યારે એક કરિયાણાની દુકાનનો માલસામાન પલળી ગયાની ચિંતામાં અને મોટું આર્થિક નુકશાન થતા એક મુસ્લિમ વેપારી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ભારે અરેરાટી ફેલાઈ છે. કોરોના કાળના દોઢ વર્ષમાં ધંધા રોજગારને સૌથી વધુ માઠી અસર પહોચી છે. ત્યારે ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતા પટેલ યુવાનને કોરોના કાળમાં કારખાનાના ધંધામાં નુકશાની જતા અને દેણુ વધી જતા જીંદગીથી કંટાળી ગતમોડીરાત્રે બે મિત્રો સાથે કોન્ફરન્સમાં વાતચીત કર્યા બાદ આજીડેમમાં પડતુ મુકી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર રોડ મહીકાના પાટીયા પાસે પ્રેમદ્વાર નજીક આજીડેમમાં આજે સવારે એક લાશ તરતી હોવાનું અને આજીડેમના કાંઠે એકટીવા પડયું હોવાની ફાયર બ્રિગેડ અને આજીડેમ પોલીસ મથકે જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડીજઈ ફાયર બ્રિગેડ દ્વારા યુવાનની લાશ બહાર કાઢી પોલીસના હવાલે કરી હતી.પોલીસની તપાસમાં મૃતક યુવાન કોઠારીયા રોડ નંદા હોલ પાછળ મીતાક્ષી સોસાયટીમાં રહેતા હીરેન ગોરધનભાઈ કાકડીયા ઉ.32 નામના પટેલ યુવાનનો હોવાનું અને યુવાન ગોંડલ રોડ ચોકડી પાસે કારખાનું ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી શેરી નં-2 મા રહેતા ગુલામ રસુલભાઇ કાદરી નામના 43 વર્ષીય વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આ આપઘાતની ઘટનાથી પરિવારજનો ભારે દુઃખમાં ગરકાવ થયા છે. આપઘાત કરનાર ગુલામ કાદરી 2011 ની વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેની દવા પણ ચાલુ હતું. તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. પરંતુ જામનગરના પૂરે તેની માનસિક સ્થિતિ પર મોટી અસર કરી હતી. તે જામનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. ત્યારે પૂર ને કારણે તેની દુકાનનો બધો માલ પલળી ગયો હતો. આ કારણે તે ચિંતામાં હતા. હવે શું થશે તે ચિંતામાં તેણે ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું.