Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : લક્ષ્મીપુર- ગોલણીયા ચોકડી પાસે આઠ ગાયોને કતલખાને લઈ જતા એક આઈસર ટ્રક કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી.

Share

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ વી પટેલ તથા પોલીસ સ્ટાફ સાથે પો, સ્ટે, વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લક્ષ્મીપુર,- ગોલણીયા ચોકડીએ રોડ પર આવતા પો, કોન્સ, માલદેવસિંહ ભરતસિંહ ઝાલાને ખાનગી રાહે હકીકત મળેલ કે ગળપાદર ગામ તરફથી અમુક ઇસમો આઇસર ટ્રક નંબર gj 14 x 8648 માં ગાયોને ભરી ગેરકાયદેસર ચાલતા કતલખાને લઈ જવા રાજકોટ તરફ જવાના છે.

તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા જે હકીકતના આધારે આઈસર ટ્રક નંબર gj 14 x 8648 કિં. રૂ 4,00,000/ તથા આઇસર ટ્રકના પાછળના ભાગે (8) ગાયો કી, રૂ,2,00,000/- ને ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી ગળૂ ટુપાય તે રીતે દયનિય હાલતમાં બાંધી તમામ ગાયોને અપૂરતી જગ્યાના કારણે હલનચલન ન કરી શકે તે રીતે રાખી આઈસર ટ્રકના ઠાઠાના તળીયાના ભાગે રેતી માટી કે અન્ય કોઇ પદાર્થ ન પાથરી તમામ ગાયોને ઘાસચારો કે પાણી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ન રાખી તમામ ગાયો ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાને લઈ જતા શખશો પાસેથી મોબાઈલ નં 3 કિં. રૂ 8500/- મળી કુલ મુદ્દામાલ કિં. રૂ 6,08,500/- સાથે બે આરોપીઓને પકડી પાડી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 ની કલમ 5,6(એ )(બી )8 તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ,3,,11(1)એ, ડી, ઈ, એફ, એચ, તથા એમ, વી, એક્ટ 177 તથા જી પી એક્ટ કલમ 119 મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે

Advertisement

આરોપીના નામ :
(1) અરવિંદભાઈ ઉર્ફે કાળુ દેવશી ભાઈ મકવાણા,, જાતે ભરવાડ ઉ, વ 32 ધંધો, ડ્રાઇવિંગ, રહે, ભોજાધાર સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં જેતપુર, જી રાજકોટ (2) સુનિલભાઈ ઉર્ફે ભાણો મુકેશભાઈ વાઘેલા જાતે, કોળી ઉ, વ,22 ધંધો, ક્લીનર રહે, દેરડી (કાઠી નું ) ગામ ગરબીચોકની બાજુમાં તા, જેતપુર, જી રાજકોટની ધરપકડ કાલાવડ ગ્રામ્ય પોલીસે કરી હતી.


Share

Related posts

લોઢવાડ ટેકરા દાંડિયા બજાર વિસ્તાર માંથી વર્લી મટકાનો જુગાર રમાડતા ૨ જુગારીયા ઝડપાયા ….

ProudOfGujarat

વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ-દોલતપુરા પાટીયા પાસે વહેલી સવારે પાટડીના પીપળીઘામ જતા પગપાળા યાત્રાળુઓ પર પુર ઝડપે આવી રહેલ કાળમુખો ટ્રક ફરી વળ્યો, મહિન્દ્રા જીપ ને ટક્કર મારતા ઘટનાસ્થળે 3 યાત્રાળુઓ ના મોત,10 લોકો ને નાનીમોટી ઇજા.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!