જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 15 માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો વોર્ડના કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય યાત્રાના ઇન્ચાર્જ લાભાર્થીઓ સહિતના હાજર રહ્યા હતા.
જામનગર શહેરમાં તારીખ 28 ના રોજ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના શહેરી અનુસૂચિત આદિજાતે વિસ્તારમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજે વોર્ડ નંબર 15 માં પહોંચી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહેમાનોના હસ્તે રથનું પૂજન કરવામાં આવ્યું હતું, શાબ્દિક સ્વાગત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર હર્ષાબા પી.જાડેજા એ કર્યું હતું, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિગતો પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી ઉપસ્થિત શ્રોતાઓને આપી હતી. વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, બીએલસી ઘટક, પીએમ સ્વનિધિ, મુદ્રા યોજના સહિતના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, MMY યોજનાના લાભાર્થીને કીટ વિતરણ કરવામાં આવી હતી. જામનગરની રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર હર્ષાબા પી.જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્ય પુષ્પાબેન શ્રીમાળી, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ઢોલરીયા, મહામંત્રી શંકરભાઈ ખીમસુરીયા, પ્રવીણભાઈ સોનગરા, રસિકભાઈ પઠાણ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ રાજુભાઈ યાદવ, હિતેશભાઈ કણજારીયા, શહેર સંગઠનના હોદ્દેદારો, જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના ડોક્ટરો, બહોળા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.