રાજ્યભરમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારાણાધાર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને તેનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં 45 ગ્રામજનો જોડાયા હતા. તેમજ ”મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ ઉપરાંત, આયુષ્માન કાર્ડનું વિતરણ, ડ્રોન નિર્દશન, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ, અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
જામનગરનાં જોડીયા તાલુકાના તારાણાધાર ગામમાંં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથનું સ્વાગત કર્યું
Advertisement