જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 28 ના રોજ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, આ કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા વોર્ડ નંબર 1 થી 16 માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ પરિભ્રમણ કર્યું હતું, વોર્ડ નંબર 16 માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતિ કાર્યક્રમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને આ વિસ્તારના કોર્પોરેટરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય માનનીય પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2047 સુધીમાં સમગ્ર દેશ વિકસિત બને તેવા હેતુ સાથે છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડવા માટે કાર્યક્રમ યોજાયો હતો, સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જનહિતલક્ષી યોજનાઓ ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન અંબાજી ખાતેથી કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના વોર્ડ નંબર 1 થી 16ના વિવિધ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ તથા જનજાગૃતિ લાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ પરિભ્રમણ કર્યું હતું.
જામનગર મહાનગરપાલિકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે વોર્ડ નંબર 16 માં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા આ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું કુમકુમ તિલક, પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું, મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયાએ કર્યું હતું, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર,ચેક વિતરણ તથા ખેલો ઇન્ડિયા અંતર્ગત હોકીમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરી હતી, મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સારવાર મેળવેલા દર્દીઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા, પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ સંદેશ લાઈવ સ્ક્રીન પર નિહાળી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે શપથ ગ્રહણ કર્યા હતા, વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે શહેરના વોર્ડ નંબર 1 થી 16 માં પ્રધાનમંત્રી આવાસ યોજના બીએલસી ઘટકના 16 લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા પી.એમ. સ્વ નિધિ યોજનાના 16 લાભાર્થી, મુદ્રા લોન યોજનાના 16 લાભાર્થીને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા અંતર્ગત જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 12 ખેલાડીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, મેરી કહાની મેરી જુબાની અંતર્ગત 44 થી વધુ વ્યક્તિઓએ પોતાના વિવિધ યોજનાકીય મંતવ્ય રજૂ કર્યા હતા, અંદાજિત 500 વ્યક્તિઓએ આયુષ્યમાન કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો, તેમજ આધાર કાર્ડ કેન્દ્રની પણ બહોળા જનસમુદાયે મુલાકાત લીધી હતી, જેમાં નવા આધાર કાર્ડ અને આધાર કાર્ડ માં સુધારાઓ સ્થળ પર જ કરી આપવામાં આવ્યા હતા, પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં ફેરી કરતા અનેક લોકોએ ₹10,000, 20,000 અને 50,000 ની લોન માટે અરજી કરી હતી, દરેક સ્થળ પર વિનામૂલ્યે આરોગ્યની ચકાસણીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર શહેરમાં દરેક વોર્ડ વિસ્તારમાં કુલ 11 હજારથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્વયંભૂ જોડાઈ માન. દેશના પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ સંદેશ લાઈવ સ્ક્રીન પર નિહાળ્યો હતો, શપથ ગ્રહણ કરી ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનનીય કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબની સૂચના, એએમસી ટેક્સ તથા નાયબ કમિશનર શ્રી જીગ્નેશ નિર્મલ તથા સ્લમ શાખાના નાયબ એન્જિનિયર શ્રી અશોક જોષી ના માર્ગદર્શન મુજબ અમી ગજ્જર (અમૃતા)એ કર્યું હતું.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ ઉપસ્થિત શ્રોતાઓને કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી, તેઓએ જણાવ્યું હતું કે પરંપરાગત વ્યવસાય કરતાં વ્યવસાયિકો માટે વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનોને કળા અને હસ્તકલા દ્વારા વિકસિત કરવાની નેમ સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં લાવી છે, આ યોજના થકી દેશમાં સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ વધશે, પરંપરાગત વ્યવસાય કરનારાઓની આજીવિકામાં પણ વધારો થશે મુદ્રા લોન યોજના, પીએમ સ્વનિધિ યોજના થકી શહેરી વિસ્તારમાં ફેરી કરી ગુજરાન ચલાવતા અનેક લોકો એ લોન મેળવી ફેરીની પ્રવૃત્તિને આગળ ધપાવી છે , આયુષ્યમાન યોજના દ્વારા હોસ્પિટલમાં લોકોને નિ:શુલ્ક સારવારનો લાભ મળે છે , આ યોજના અંતર્ગત દેશના અનેક લાભાર્થીઓએ વિનામૂલ્યે સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજબી કિંમતે આવાસ પ્રાપ્ત થયા છે, દરેક વ્યક્તિનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે, ભારતીય જન ઔષધી પરિયોજના દ્વારા સરકાર દ્વારા સામાન્ય વ્યક્તિને પરવડે તેવી અને ગુણવત્તા યુક્ત દવાઓ સમગ્ર દેશમાં પૂરી પાડવામાં આવે છે, આ યોજના અંતર્ગત દેશના 700 થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં વિદેશી દવાઓ માં નાણા ખર્ચ કરતા લોકોને અટકાવી સ્વદેશી અને જન ઔષધી દવાઓ મેળવવા ઉપસ્થિત શ્રોતાઓને આહવાન કર્યું હતું. “ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો વિષયક વાત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના અનેક મકાનો હાલ જર્જરીત હાલતમાં છે ગુજરાત સરકાર સાથે વાતચીત કરી તેમની સૂચના અને ગાઈડ લાઈન અનુસાર જુના અને જર્જરીત હાઉસિંગ બોર્ડના મકાનોના રી-ડેવલોપિંગ માટે પણ સરકાર કટિબદ્ધ છે, આ વિસ્તારના હાઉસિંગ બોર્ડના મકાન ધરાવતા વ્યક્તિઓને અપીલ કરું છું કે સરકારશ્રી દ્વારા વ્યાજની રકમ, પેનલ્ટી બાદ કરી મૂળ કિંમત ભરવાની જાહેરાત કરવામાં આવી છે, તો વહેલી તકે દરેક વ્યક્તિ આસપાસના લોકોને જાણ કરે હાઉસિંગ બોર્ડના મકાન ની મૂળ કિંમત ભરી મકાનને બોજા મુક્ત કરે, આથી સરકાર દ્વારા રી- ડેવલપમેન્ટ ના પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા પુર્ણાહુતિ કાર્યક્રમ વોર્ડ નંબર 16 માં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આ વિસ્તારના કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા, ભારતીબેન ભંડેરી, ગીતાબા જાડેજા, વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, આ વોર્ડના પ્રમુખ ધનજીભાઈ કછટીયા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ રાજુભાઈ યાદવ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી શૈલેષભાઈ મશરૂ, પૂર્વ કોર્પોરેટર મહાવીર સિંહ જાડેજા, શહેર સંગઠનના અશોકભાઈ ભંડેરી સહિતના તથા જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ આરોગ્ય વિભાગના ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.