ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર શહેરમાં પરિભ્રમણ કરી રહી છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે જામનગર શહેરના વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં પહોંચી હતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં આજે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના પદાધિકારીઓ વોર્ડ નંબર સાત અને આઠના કોર્પોરેટરો મહિલા મોરચાના બહેનો દ્વારા ઉષ્માભેર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમકુમ તિલક કરી પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં માનનીય ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ પ્રસંગો પાત પોતાના વક્તવ્યમાં શ્રોતાઓને જણાવ્યું હતું કે, આજે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં છે આ યોજનાઓ ખરા અર્થમાં લાભાર્થી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભારતમાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા આયુષ્યમાન ભારત દેશની સૌથી મોટી યોજના છે જેનો લાભ સમગ્ર દેશના નાગરિકો આજે મેળવી રહ્યા છે ઉજ્વલા યોજના દ્વારા બહેનોને ગેસના ચૂલા માંથી મુક્તિ મળેલ છે અને ઘરે-ઘરે ગેસ સિલિન્ડર પહોંચ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દરેક સામાન્ય વ્યક્તિના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે ,પીએમ સ્વનિધિ, યોજના દ્વારા શહેરી વિસ્તારમાં ફેરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને સરકારશ્રી દ્વારા રૂપિયા 10000, રૂપિયા 20,000 અને રૂપિયા 50 હજારની લોન આપવામાં આવે છે, સખી મંડળના બહેનો માટે મુદ્રા લોન પણ સરકાર દ્વારા અમલમાં છે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના દ્વારા 18 જેટલા પરંપરાગત વ્યવસાય કરતા વ્યવસાયિકોને રૂપિયા એક લાખ સુધીની સહાય નો સીધો લાભ મળી રહેશે, તેમ જ ત્યારબાદ રૂપિયા ત્રણ લાખ સુધીની સહાય કરવામાં આવશે આ તમામ યોજનાઓ સાચા અર્થમાં લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સરકારશ્રી દ્વારા અને જામનગર મહાનગરપાલિકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આજે આપના વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો છે જેનો સૌ નગરજનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી અપીલ કરું છું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી આવાસ યોજના બીએલસી ઘટક ના લાભાર્થી ને સર્ટિફિકેટ વિતરણ તથા પી એમ સ્વનિધિ, મુદ્રા યોજના ના લાભાર્થીને ચેક વિતરણ, આયુષ્યમાન કાર્ડના લાભાર્થી ને કાર્ડ વિતરણ, કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડના લાભાર્થીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ સંદેશ સર્વે નિહાળ્યો હતો, વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે ધારાસભ્ય તથા મનપાના પદાધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ પણ યોજાયો હતો.
આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા , વોર્ડ નંબર સાતના કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા, વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અમિતાબેન બંધીયા , શહેર મહામંત્રી શ્રી મેરામણભાઇ ભાટુ, વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર સોનલબેન કણજારીયા , વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર અને પૂર્વ દંડક કેતનભાઇ ગોસરાણી, પૂર્વ મેયર જયશ્રીબેન જાની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તથા કોર્પોરેટર ગીતાબેન સાવલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રમેશભાઈ કંસારા, વોર્ડ નંબર 7 ના મહામંત્રી હિંમતભાઈ પાંભર, વોર્ડ નંબર 8 ના પ્રમુખ દિલેરભાઈ જાની, મહામંત્રી ઈશ્વરભાઈ ગજરા, જયેન્દ્રભાઈ મુંગરા, કિસાન મોરચાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ તાળા , જિલ્લા સંગઠન મંત્રી હર્ષાબેન રાજગોર , વિકાસ યાત્રા રથના ઇન્ચાર્જ રાજુભાઈ યાદવ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર હરેશભાઈ ગોરી, સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, સહિતના શહેર સંગઠનના હોદ્દેદારો જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.