ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જામનગર મહાનગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, તાજેતરમાં ચાંદી બજાર ચોક ખાતે મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નિયમિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર મહાનગરપાલિકાના 2 વોર્ડમાં પરિભ્રમણ કરી રહી છે, જેમાં વોર્ડ નંબર 1 માં બેડેશ્વર કાંઠે, વોર્ડ નંબર 2 માં રામેશ્વર ચોક, વોર્ડ નંબર 3 માં વિકાસ ગ્રહ રોડ, વોર્ડ નંબર 4 માં ગાયત્રી ચોક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ યોજાયું હતું.
આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 5 માં નીલકમલ સોસાયટી શાકમાર્કેટ પાસે સવારે પહોંચી હતી અને સાંજે વોર્ડ નંબર 6 માં મહાકાળી સર્કલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. આજરોજ વોર્ડ નંબર 5 માં નીલકમલ સોસાયટી ખાતે સંકલ્પ યાત્રામાં શાસક જૂથના નેતા શ્રી આશિષભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાય હતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમકુમ તિલકતરી ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા, આ વિસ્તારના રહેવાસીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની આ વિસ્તારના મ્યુનિસિપલ સભ્યશ્રીઓએ માહિતી આપી હતી, તેમજ આયુષ્યમાન યોજનાના લાભાર્થીને કાર્ડ વિતરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના બીએલસી ઘટકના લાભાર્થીને ₹3.50 લાખની યોજનાનું પ્રમાણપત્રનું વિતરણ, મુદ્રા યોજના, પીએમ સ્વાનીધિ યોજના ચેક વિતરણ કામગીરી કરવામાં આવી હતી. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું , જેમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી, બાલ વિકાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો કેવી રીતે મેળવ્યા તે સહિતની વિગતો જાહેર જનતા સમક્ષ જણાવી હતી, પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ સંદેશ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સૌએ સાથે મળી નિહાળ્યો હતો, તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ અને શપથ ગ્રહણ કર્યા હતા.
આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર અને શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, કોર્પોરેટર સરોજબેન વિરાણી, કોર્પોરેટર કિશનભાઇ માડમ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, પૂર્વ મેયર અમીબેન પરીખ, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર જશુબા ઝાલા, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ રાજુભાઈ યાદવ, જીલ્લા યોગ કોચ પ્રીતિબેન શુક્લા, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, મહિલા મોરચાના બહેનો, શહેર સંગઠનના હોદ્દેદારો, બહોળા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વોર્ડ નંબર 5 અને 6 માં પરિભ્રમણ યોજાયું
Advertisement