ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જામનગર મહાનગરની કારોબારી અને આગામી કાર્યક્રમ વોર્ડ સશક્તિકરણની કાર્યશાળા મહાનગરના કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લોક કલ્યાણી વિવિધ યોજનાઓ જરૂરિયાત લોકો સુધી પોહચડવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
જેમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, શહેર પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા જી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ યુવા મોરચા પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ, યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, યુવા મહામંત્રી ચિંતન ચોવટિયા, યુવાની ટીમ પ્રભારી યુવા મોરચા વોર્ડના પ્રમુખ, મહામંત્રી અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement