જામનગર સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેડન્ટ યુવતીઓના કથિત યૌનશોષણ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને સપ્તાહ વીતી જવા છતાં હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મોટા માથાને છાવરવાના આક્ષેપ સાથે મહિલા ન્યાય મંચનાં પ્રણેતા શેતલ શેઠ સહિતનાં મહિલા અગ્રણીઓ લાલ બંગલા સર્કલમાં ધરણાં પર બેઠા છે.
શિતલબેને કહ્યું કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આંદોલનમાં જોડાયા છેજામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે મહિલા ન્યાય મંચ દ્વારા આજે લાલબંગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં જી.જી.હોસ્પિટલની દીકરીઓને ન્યાય આપો અને ગુનેગાર સામે એફઆઈઆર દાખલ કરો તેવા હાથમાં પોસ્ટર લઈને ધરણા પર મહિલાઓ બેઠા હતા.
જ્યારે જીજી હોસ્પિટલ યૌન શોષણ મામલે મહિલા ન્યાય મંચ દ્વારા ગઈકાલે આવેદનપત્ર પણ એસ.પી ને આપવામાં આવ્યું હતું. તેમજ બીજી બાજુ આવેદનપત્ર અને રજૂઆત કર્યા બાદ આજે મહિલા ન્યાય મંચ લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજ્યા હતા. મહિલા ન્યાય મંચ દ્વારા જણાવ્યું હતું કે અમે અઠવાડિયાથી લડાઈ લડી રહ્યા છીએ ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને સાંસદ દ્વારા પણ આદેશ છતાં ક્યાંકને ક્યાંક દીકરીને ન્યાય નથી મળી રહ્યો.
ત્યારે અમે લાચાર થઈને છેલ્લો ઉપાય ધરણાનો કરીએ છીએ અને જો હજી ન્યાય નહીં મળે તો કોર્ટના દરવાજા ખખડાવ્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. યૌન શોષણ મામલે કૂલડીમાં ગોળ ભાંગી લેવાના કોઇપણના કાવા-દાવા સફળ ન થાય અને પીડિતાઓને ન્યાય મળી રહે એવા હેતુથી મહિલા અગ્રણીએ નોંધેલાં નિવેદનોનો ટૂંકસાર મેળવીને ‘દિવ્ય ભાસ્કરે’ અહીં પ્રસિદ્ઘ કર્યો છે. આ નિવેદનોમાં પોતાને કઇ રીતે જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવતી હતી એ બાબતનો પીડિત યુવતીઓ બહુ સ્પષ્ટપણે ઘટસ્ફોટ કરી રહી છે.
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેડન્ટ યુવતીઓના યૌનશોષણ મામલે આખું સપ્તાહ વીતી જવા છતાં હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
મોટાં માથાંને છાવરવાની આ નીતિ સામે મહિલા ન્યાય મંચનાં પ્રણેતા શેતલબેન શેઠ સહિતનાં મહિલા અગ્રણીઓ તા. 22ને મંગળવારે સવારથી લાલબંગલા સર્કલ પાસે ધરણાં પર બેસવાનાં છે. શેતલબેને કહ્યું હતું કે જયાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમારું ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.