Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રયની સામે ચાંદી બજાર પાસે ગાંધીજીની પ્રતિમાને મેયર સહિતના પદાધિકારીઓ રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાજકીય આગેવાનો દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી કરાઈ હતી તેમજ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સર્વે રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જામનગર મનપાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, કમિશનર ડી. એન. મોદી, નાયબ કમિશનર બી. એન. જાની, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મ્યુનિસિપલ સભ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા જ્યંતી નિમિતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

ભરૂચ : વરેડીઆ પાસેના ભૂખી ખાડીના પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનવ્યવહાર પૂર્વવત થયો.

ProudOfGujarat

निर्देशक नितेश तिवारी ने “छिछोरे” और अपने आईआईटी दिनों से जुड़ी अंतदृष्टि की साझा!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!