Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીની જન્મ જયંતી નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ ક્લીનનેસ ડ્રાઈવ યોજાઇ

Share

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે 2 ઓક્ટોબર સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવાની હોય જેના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં માસ ક્લીનનેસ ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય, જેમાં જામનગરના ધારાસભ્ય, મનપાના પદાધિકારીઓ, કમિશનર સહિતના અધિકારીઓએ માસ ક્લીનનેસ ડ્રાઈવમાં શ્રમદાન કર્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે તા. 15 સપ્ટેમ્બર 2023 થી તા. 15 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય, જે અંતર્ગત આજરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 50 સ્થળો પર શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા સહિતના પદાધિકારીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 50 થી વધુ સ્થળો પર શ્રમદાન કરવામાં આવ્યું હતું, મનપાના કમિશનર ડી. એન. મોદી સાહેબ દ્વારા પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરથી ખંભાળિયા ગેટ સુધીના વિસ્તારમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું, તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ચાંદી બજાર સર્કલ ખાતે શ્રમદાન કર્યું હતું. ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગાંધીનગર ખાતે આવેલ મોક્ષ મંદિરે શ્રમદાન કર્યું હતું તથા જામનગર ચીફ ફાયર ઓફિસર કે. કે. બિસ્નોઈ સાહેબ દ્વારા રણમલ તળાવ, રણજીતસાગર ડેમ સહિતના વિસ્તારોમાં શ્રમદાન કર્યું હતું, સાથે જ MES (આર્મી મરાઠા રેજમેન્ટ)ની ટીમ, એન.જી.ઓ. એન.સી.સી. કેડેડ, એસ.એસ. બી., એન.એસ.એસ., વેપારી એસોસિએશન પણ જોડાઈ શ્રમદાન કાર્યક્રમમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, નાયબ કમિશનર, રાજકીય આગેવાનો મહાનગરપાલિકાના, કર્મચારીઓ, મ્યુનિસિપલ સભ્યો, સ્થાનિક રહેવાસીઓ સહિત કુલ 30,878 લોકોએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું, અંદાજિત આ કાર્યક્રમમાં 12 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : NSUI દ્વારા કુસુમબેન કડકીયા કોલેજ ખાતે પેપર લિકની ઘટના મામલે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

આમોદ પોલીસે જુગાર રમનારા ઇસમો સહિત કુલ રૂ. ૯૯,૮૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!