Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતો 19 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર મળે તે પહેલા જ મોત

Share

હાલના સમયમાં રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે હવે એવી જ એક વધુ ઘટના જામનગરથી સામે આવી છે. ગરબા ક્લાસમાં એક 19 વર્ષીય યુવકને ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે છાતીમાં દુ:ખાવો થતા તે ઢળી પડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર સહિત વિસ્તારમાં ગમગીની છવાઈ છે.

નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ગરબા ક્લાસીસ પણ જોરશોરથી શરૂ થઈ ગયા છે. આ વચ્ચે જામનગરમાં એક દુ:ખદ ઘટના બની છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં ચાલતા ગરબા ક્લાસીસમાં સોમવારે રાતે 10 વાગ્યાની આસપાસ 125 જેટલા લોકોએ ગરબા પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે એક 19 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુ:ખાવો થતા તે ઢળી પડ્યો હતો.

Advertisement

યુવકને જોઈ ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ ગયા હતા. તેમણે યુવકને ગભરામણ થઈ હોવાનું વિચારી ઠંડો પવન આપવાની કોશિશ કરી. ત્યારબાદ બે ઘૂંટ પાણી પિવડાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ, યુવકે કોઈ પ્રતિસાદ ન આપતા તેણે નજીકની હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો. જોકે, ત્યાંના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે યુવકના પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. જ્યારે સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

બોર્ડની માર્કશીટમાં માસ પ્રમોશનનાં ઉલ્લેખને લઇને મોટો ખુલાસો..જાણો વધુ.

ProudOfGujarat

પ્રણતિ રાય પ્રકાશ અને તેનો જીમ ફ્રીક મોટિવેશન વિડીયો ચોક્કસપણે તમને હવે જીમમાં જવા માટે મજબૂર કરશે : અભિનેત્રીએ તેના હોટ ફિગરને જાળવવાનું રહસ્ય જાહેર કર્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર તાલુકા પંચાયત ભવનમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!