વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયા’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત, જામનગર શહેરમાં ગત તા.23 સપ્ટેમ્બરના રોજ સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે ‘સર્વરોગ નિદાન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે એન.સી.સી. કેડેટ્સને સન્માનપત્રો અર્પણ કરાયા હતા.
આ ઉપરાંત, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા સાંસદ પૂનમબેન માડમના હસ્તે શહેરના વયોવૃદ્ધ નાગરિકોને વોકીંગ સ્ટીક તેમજ અન્ય જરૂરી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાએ ઉપસ્થિત દર્દીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ પ્રસંગે, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, અગ્રણી ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મૂંગરા, અન્ય અગ્રણીઓ, જિલ્લા આરોગ્ય પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશ ખારેચા, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી નીરજ મોદી, એન.સી.સી. કેડેટ્સ, શાળાના વિધાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ પૂનમબેન માડમના હસ્તે વયોવૃદ્ધ નાગરિકોને વોકિંગ સ્ટિક અર્પણ કરાઈ
Advertisement