Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત મેગા લોન ડિસ્બસમેન્ટ કેમ્પની મુલાકાત લેતા મનપાના કમિશ્નર

Share

જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં વસવાટ કરતા શેરી ફેરિયાઓ માટે તા.13/09/2023 થી 15/09/2023 દરમ્યાન “મેગા લોન  ડીસ્બર્સમેન્ટ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ કેમ્પમાં લાભાર્થીઓ અને કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને યોજનાના બહોળા લાભ અર્થે જામનગર મહાનગરપાલિકાના માન.કમિશ્નર દ્વારા બેંક ખાતે સ્થળ નિરીક્ષણ કરી પ્રોત્સાહીત કર્યા હતા, માન.કમિશનર દ્વારા વિવિધ બેંકોની મુલાકાત લઈ PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા તા. 13 થી શહેરની જુદી જુદી બેંકોમાં  PM સ્વનિધિ અંતર્ગત મેગા લોન  ડિસ્બસમેન્ટ કેમ્પ ચાલી રહ્યા હોય, જેનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી સાહેબ દ્વારા માંડવી ટાવર ખાતે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા  તથા  બેડી બંદર રોડ ખાતે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ખાતે મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ મુલાકાત દરમિયાન અહીં ઉપસ્થિત શહેરી ફેરિયાઓ સાથે તેઓને મળેલ ₹10,000  ની લોન વિષયક વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ ₹10,000 ની લોનનું ચુકવણું સમયસર કરવા લાભાર્થીઓને જણાવ્યું હતું, વધુમાં જણાવ્યું હતું કે, જો આ લોનનું ચુકવણું સમયસર થશે તો આગામી દિવસોમાંતમે 20,000 અને 50,000 ની લોન લેવા માટે તમે કેપેબલ બની શકો છો , આગામી સમયમાં લોન મેળવી આપ પોતાના નાનકડા વ્યવસાયને આગળ ધપાવી લારી – ગલ્લા ચલાવતા લોકો સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી પોતાની દુકાન પણ કરી શકે છે, કમિશનર એ લાભાર્થીઓને મળી તેઓ મેગા લોન ડિસ્બસમેન્ટનો લાભ મળ્યો છે, તો વડાપ્રધાન દ્વારા ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટનું ચુકવણું કરવા માટે વધુ પડતા ફાયદા થાય છે,  તેમજ ઓનલાઇન ટ્રાન્જેક્શનના ફાયદા જણાવી સમયસર લોનનું ચુકવણું કરી PM સ્વનિધિના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો,  આ મેગા લોન ડીસ્બર્સમેન્ટ કેમ્પ દરમિયાન બે દિવસની અંદર 400 થી વધુ લાભાર્થીઓને રૂપિયા 10,000 ની પ્રથમ લોન જામનગર ની વિવિધ બેંકો દ્વારા આપવામાં આવેલ છે, આ કેમ્પ તા.15/09/2023  ના પૂર્ણ થવાનો હોય, પરંતુ કેમ્પ બાદ પણ લોન ડીસ્બર્સમેન્ટ અને એપ્લીકેશન ચાલુ જ રહેવાની હોય, તેથી જામનગર શહેરમાં વસ્તા તમામ શહેરી ફેરીયાઓને આ યોજનાનો વહેલી તકે લાભ લેવા માન. કમિશ્નર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 આ મુલાકાત દરમિયાન સેન્ટ્રલ બેન્કના રિઝયોનલ હેડ નરેશ ઠાકુર, ચીફ મેનેજર સુનિલકુમાર, આસિસ્ટન્ટ મેનેજર રશ્મિ રાઠોડ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર એસ.એચ. તિવારી, રીજીયોનલ મેનેજર આર.જે. વિરમગામા, આસિસ્ટન્ટ મેનેજર મિહિર પારેખ, યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જોશી, PM  સ્વનિધિ મેનેજર વિપુલભાઈ વ્યાસ,  પુનમબેન ભગત,  તથા આરતીબેન ગોહિલ પુષ્પાબેન સહિતના નોડલ ઓફિસર અને સમાજ સંગઠકો સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisement

Share

Related posts

ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થતાં વડોદરાના રાણા પરિવાર એ આવેદન આપી ન્યાયની કરી માંગ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 24 કલાક દરમ્યાન 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…

ProudOfGujarat

एकता कपूर का ये वीडियो देखके आप भी हो जाओगे इमोशनल…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!