જામનગરમાં ગઇકાલે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. ત્યારે જામનગર સહિતના આસપાસના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાની અસર નહિવત જોવા મળી છે તેમજ પવનની ગતિમાં વધારા સાથે જિલ્લા મથકોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
જામનગરમાં તાઉતે વાવાઝોડાને લઈને તંત્ર સતત એલર્ટ રહ્યું હતું. જામનગરના સાંસદ સભ્ય, મેયર, ધારાસભ્યો સહિત નાઓ કંટ્રોલ રૂમ ખાતે આખી રાત ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર અને સાંસદ દ્વારા રાત્રિના સમયે બેઠક યોજી દરિયાકાંઠાની સમીક્ષા કરવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારોમાંથી 10 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોને દરિયો ના ખેડવાની આગાહી કરવામાં આવી હતી. તો જિલ્લાના તમામ સિંચાઇ યોજનાના ડેમ, જળાશયો, ચેકડેમ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
અહીં નોંધનીય છે કે તાઉતે વાવાઝોડાની જામનગર તેમજ આસપાસના વિસ્તારોમાં અસર નહિવત થશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવાયું હતું.