Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર શહેરમાં આગામી તા.14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ રહેશે

Share

જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેચ્યુ સુધીના રોડ પર હાલમાં ફલાય ઓવરબ્રીજનું કામ ચાલુ હોય, આ રોડ પર માત્ર ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર ચાલુ રહી શકે તે માટેનું જાહેરનામું અમલમાં છે. તેમજ ભારે વાહનો માટે, સરકારી તથા પ્રાઈવેટ બસો સાત રસ્તાથી ટાઉન હોલથી બેડી ગેઈટ થઈને વિક્ટોરીયા પુલના રૂટ પર અવર-જવર ચાલુ રહે છે. તેમજ, આ રૂટ પર શ્રાવણ માસની લોકમેળા-2023ના ટ્રાફીકને ધ્યાનમાં રાખતા રૂટ પર ટ્રાફીકનું મેનેજમેન્ટ થાય તે માટે સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત ઓફીસ સર્કલ સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જામનગર શહેરમાં આગામી તા.06 સપ્ટેમ્બરથી તા.14 સપ્ટેમ્બર દરમિયાન સવારના 09:00 કલાકથી રાત્રીના 12:00 કલાક સુધી- આમ કુલ 9 દિવસ માટે સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલ સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે વાહનવ્યવહાર બંધ રહેશે. વાહન ચાલકો માટે (ભારે વાહન સિવાય) વૈકલ્પિક રૂટ તરીકે ઉકત રસ્તા સિવાય અન્ય રસ્તાનો ઉપયોગ કરી શકાશે. જ્યારે ભારે વાહનો માટે અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા અત્રે જણાવ્યા મુજબ રહેશે.

Advertisement

(1) સાત રસ્તા સર્કલથી લઈને એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પરથી પવનચકકી સર્કલથી પંપ હાઉસ રોડ પરથી લાલપુર બાયપાસ ચોકડી તરફનો રસ્તો.

(2) સાત રસ્તા સર્કલ થઈને જનતા ફાટક ચોકડીથી જકાતનાકા સર્કલથી હરીયા કોલેજ રોડ પરથી સાંઢીયા પુલ થઈ રાજકોટ રોડ તરફનો રસ્તો.

(૩) વિકટોરીયા પુલથી અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલથી પંચવટીથી શરૂ સેકશન રોડથી પાયલોટ બંગલાથી સાત રસ્તા સર્કલથી એસ.ટી. રોડ તરફનો રસ્તો.

ઉક્ત જાહેરનામું લોકમેળાની કામગીરીમાં રોકાયેલા સરકારી વાહનો, આ રસ્તાની આજુ બાજુમાં રહેતા રહેવાસીઓ, એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.


Share

Related posts

માંગરોળના ચાર ગામોમાં રૂ. ૩૫ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ગાંધીના ગુજરાતમાં દારૂનો ધૂમ વેપલો : દારૂ પીવાય છે, વેચાય છે અને પકડાય અને પછી મોટા પાયે નાશ કરાય છે.!

ProudOfGujarat

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર કલરની દુકાનના ગોડાઉનમાં આગથી મચી નાસભાગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!