જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે ઓગસ્ટ માસ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવ્યું હતું, અને જામનગર મહાનગર પાલિકા દ્વારા ઘેર ઘેર તિરંગા પહોંચાડી આઝાદીના અમૃત મહોત્સવની વિશેષ રૂપે ઉજવણી કરી હતી.
આ વર્ષે પણ જામનગર શહેરના રહેવાસીઓએ પોતાના ઘર તેમજ વ્યવસાયના સ્થળ સહિત ઉપર રાષ્ટ્રધ્વજ ફહેરાવીને તિરંગા અભિયાનમાં જોડાવા માટે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી તેમજ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે. ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર ધ્વજને તેની ગરિમા જળવાય તે પ્રમાણેના સરકારી પ્રોટોકોલ મુજબ વિતરણ કરવામાં આવ્યું હતું. જે આસામીઓને અપાયેલા રાષ્ટ્ર ધ્વજ સાથે આવખતે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘર અને વ્યવસાયના સ્થળો સહિતની મિલકત પર ઓગસ્ટ માસ દરમિયાન તીરંગો ફરકાવીને દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને ભારત દેશની સ્વતંત્રતા મેળવવાના સંગ્રામમાં શહીદ થનારા વીરોને અંજલી આપવાના અવસરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી પોતાનું યોગદાન આપવા શહેરીજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે.