Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ૧૮ ધંધાર્થી /વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરાયો

Share

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝભલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝભલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-૧૮ ધંધાર્થી /વેપારીઓ પાસેથી ૧૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવેલ, તેમજ રૂા.૯,૦૦૦/- નો દંડ વસુલ લેવામાં આવેલ.

આગામી સમયમાં આ ઝુબેશ વધુ સઘન બનાવી જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ / વિક્રેતાઓ / ધંધાર્થીઓ / દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ટફ યોજના અંતર્ગત બજેટની જોગવાઈ કરવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

ProudOfGujarat

અંકલેશ્વર – રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર પડયા મસમોટા ભુવા

ProudOfGujarat

આજે વિશ્વની વસ્તી પહોંચી 8 અબજ સુધી, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયો દાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!