જામનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલ આ મીટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય 0 થી 23 મહિના સુધીના બાળકો તથા પાંચ વર્ષ થી ઓછી ઉંમરના બાળકો તથા સગર્ભા સ્ત્રીઓ રસીકરણમાં ડ્રોપઆઉટ, લેફ્ટ આઉટ તથા રસીકરણથી બિલકુલ વંચિત રહેલ તમામ લાભાર્થી ઓ ને ઓળખી અને તેમને રસીકરણ આપવાનો છે. આ ખાસ રસીકરણ જુમ્બેશ તારીખ 11 ઓગસ્ટ થી શરૂ થનાર છે જે સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા તમામ જિલ્લા મથકોમાં આ કાર્યક્રમ શરૂ થનાર હોય જેનું માઇક્રો પ્લાનિંગ કરવા માટે આજરોજ જામનગર મહાનગરપાલિકા ખાતે પદાધિકારીઓ તથા અધિકારીઓ ની ઉપસ્થિતિમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઈઝેશન CTFI ના દરેક રાઉન્ડમાં નિયમિત રસીકરણ કરવામાં આવશે.
જેમાં ત્રણ મહિનામાં ત્રણ રાઉન્ડમાં બાળકો સગર્ભા સ્ત્રીઓ માટે રસીકરણની ખાસ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રથમ ડોઝ તા. 7 ઓગસ્ટ થી તા. 12 ઓગસ્ટ સુધી અને દ્વિતીય ડોઝ તા. 11 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી તથા તૃતીયડોઝ તા. 9 ઓક્ટોબર છે 14 ઓક્ટોબર સુધી જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા વિવિધ વિસ્તારો આંગણવાડી કેન્દ્રો , અર્બન હેલ્થ સેન્ટર, જી.જી.એચ. સેન્ટરે મળી રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત 0 થી 23 મહિનાના બાળકો તથા સગર્ભા મહિલાઓને રસીકરણની ખાસ ઝુંબેશ માં જોડવાનો રહ્યો છે, આથી જામનગરમાં વસવાટ કરતા નાગરિકોને જામનગર મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આપના 0 થી 23 મહિનાના બાળકોને જો રસીકરણ ન કર્યું હોય તો નજીકના આંગણવાડી કેન્દ્ર કે હેલ્થ સેન્ટરનો તુરંત સંપર્ક કરવો.
જામનગર મહાનગરપાલિકા ખાતે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત મળેલી આજની આ ખાસ બેઠકમાં મેયર શ્રી બીનાબેન કોઠારી, નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની, હેલ્થ ઓફિસર ડોક્ટર સુભાષભાઈ પ્રજાપતિ, આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર હરેશભાઈ ગોરી, સીડીપીઓ રોશનીબેન ભંડેરી, WHO ના ડોક્ટર વિનય કુમાર, G.G.H. ના RMO પ્રમોદકુમાર સકસેના સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.