જામનગર શહેરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે 4 ઈંચ તો આજે સવારે પણ પડેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
સતત વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સવારથી જ વરસાદી માહોલ ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં જામનગરમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગરના નવા ગામ સહીતના વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે વધુ મુશ્કેલીો સર્જાઈ શકે છે. આ ઉપરાંત વાહનચાલકોને હાલાકી પડી હતી. ગઈકાલે 4 કલાકની અંદર 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગયા સપ્તાહમાં 13 ઈંચ જેટલોટ વરસાદ પડ્યો હતો. ત્યારે વહેલી સવારે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો હતો જેના કારણે ઘણી હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો. ત્યારે વધુ વરસાદ જામનગરમાં પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે 10 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે.