Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વિનામૂલ્ય વોકેથોનું આયોજન કરાયું

Share

જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે 21/6/203 ના રોજ જામનગર શહેરમાં વસવાટ કરતી તમામ મહિલાઓ માટે ઓપન જામનગર વિનામૂલ્યે વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સહિયારા પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિન 21/6/23 નિમિત્તે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે અને આધુનિક સમયમાં પરંપરાગત પોશાકનું મહત્વ સમજે તે હેતુથી ભારતીય પરંપરાગત પોશાક સુંદર સાડીમાં સજ્જ થઈ જામનગરની મહિલાઓ માટે નિ:શુલ્ક લાખોટા તળાવ ગેટ નંબર -1 ખાતે તા. 21/6/2023 ના રોજ સાંજે 5:00 વાગ્યે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વોકેથોનમાં જોડાવા માંગતી બહેનોએ સાડી પહેરીને આવવું ફરજિયાત છે, તેમજ તારીખ 8/ 6/ 23 થી તારીખ 15 /6 /23 સુધી , નિતીન પેપર માર્ટ 54 દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસે સવારે 11:00 થી1:00 સાંજે 6:00 થી 8:00 સુધી/ શ્રી અંબિકા ડેરી ફાર્મ 21 દિગ્વિજય પ્લોટ (મેઈન બ્રાન્ચ) સાંજે 4:30 થી 6:00 સુધી/ શિવમ બેકર્સ એન્ડ કેક શોપ જોલી બંગલા પાસે એસટી રોડ સવારે 11 થી સાંજે 6:00 વાગ્યા સુધી/ પરેશ ઝેરોક્ષ સેન્ટર હવાઈ ચોક સવારે 10 :00થી 1:00 સાંજે 4:00 થી 8:00 સુધી/ શિવમ ડ્રેસીસ રિયાબેન બજાજ ના ઘરે , પટેલ પાર્ક શેરી નંબર -1, સવારે 11:00 થી સાંજે 6:00 સુધી/ સેવન -11 સ્ટોર (મીની મોલ) 1- સીમંધર વીંગ શાંતિવન સોસાયટી, જી.ડી.શાહ સ્કૂલ પાસે લાલવાડી ખાતે સવારે 10 થી સાંજે 5:00 સુધી, રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રજીસ્ટ્રેશન કરાવી વોકેથનનો પાસ મેળવી લેવાનો રહેશે જેમાં વિઝન ક્લબના મેમ્બરોએ પોતાનું આઈડી કાર્ડ અને ગેસ્ટ ના નામ મોબાઈલ નંબર લખાવવા ફરજિયાત છે આ વોકેથોનમાં મેચિંગ જ્વેલરી , બેસ્ટ સાડી વેરિંગ, અવનવી સ્ટાઇલ થી સાડી પહેરનારને વેલડ્રેસ સહિતના સરપ્રાઈઝ ઇનામ આપવામાં આવશે, આથી જામનગરની તમામ મહિલાઓને આ વોકેથોનમાં જોડાવા માગતી બહેનોએ સમયસર પાસ મેળવી લેવા , તથા સાડીમાં સુસજ્જ થઈ આવવું ફરજિયાત છે, કાર્યક્રમના અંતે તમામ બહેનો માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલી હોવાથી વહેલી તકે નામ નોંધાવી પોતાનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવું તેવો આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે, વધુ વિગતો માટે મો. નં. 816073 4537/ 9106480843/ 9979110073 ઉપર સંપર્ક કરવો.

સાંસદ પૂનમબેન માડમની શહેરની મહિલાઓને વોકેથોનમાં જોડાવા અપીલ

Advertisement

જામનગરમાં આ પ્રકારનું પ્રથમ વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરે તે હેતુથી સુંદર વોકેથોન નું આયોજન કરાયું છે જેમાં સાડી પહેરીને મહિલાઓ આ વોકમાં જોડાવાની છે, તો જામનગરની તમામ ગૃહિણીઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ શિક્ષણ ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર ,સ્પોર્ટ્સ , સામાજિક ક્ષેત્રે, પ્રદાન કરનારી મહિલાઓ તબીબી તથા તમામ પ્રકારના વ્યવસાયોમાં આધુનિક સમયમાં મહિલાઓ કાર્ય કરતી હોય છે , તે તમામ મહિલાઓ વોકેથોનમાં જોડાય તે માટે હું અપીલ કરું છું.– જામનગર સાંસદ પૂનમબેન માડમ

આધુનિક સમયમાં મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય – પરંપરા ની જાળવણી કરે

જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સહિયારા પ્રયત્નથી શહેરમાં મહિલાઓ માટે નો આ વિનામૂલ્યે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આ વોકેથોનમાં જોડાઈ તમામ બહેનો પોતાના સ્વાસ્થ્યની પણ જાળવણી રાખે અને આપણો પરંપરાગત પોશાક ની અવગણના ન કરે તેવો સુંદર આશય છે, આજના સમયમાં સ્ત્રીઓ પણ વિવિધ ક્ષેત્રે કાર્ય કરતી હોય છે આથી તમામ બહેનો ભારતીય પરંપરાગત પોશાકને પણ મહત્વ આપે અને આ વોકેથોનમાં જોડાય.

*શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા
78 ધારાસભ્ય

વિશ્વ યોગ દિન નિમિત્તેના કાર્યક્રમમાં તમામ મહિલા કોર્પોરેટરો જોડાશે

જામનગરમાં આગામી તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વિઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં જામનગરની મહિલાઓ પરંપરાગત પોશાક સાડી પહેરીને જોડાઈ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરે તેમ જ આ ભગીરથ કાર્યમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા સભ્યશ્રીઓ પણ જોડાશે.

શહેર મેયર બીનાબેન કોઠારી

મહિલાઓએ જવાબદારીઓ સાથે પોતાના સ્વાસ્થ્યની પણ જાળવણી કરવી

જામનગરમાં મહાનગરપાલિકા અને વિઝન ક્લબ દ્વારા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય ની જાળવણી કરે તે માટે સુંદર વોકેથોન નું આયોજન કરાયું છે, જેમાં યુવતીઓ- મહિલાઓ જોડાઈ અભ્યાસ ,ઘરકામ કે ઓફિસ વર્ક ની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યની પણ જાળવણી કરે, અને આ વોકેથોન માં પરંપરાગત પોશાક ની થીમ રાખવામાં આવી છે તે સરાહનીય છે, સમાજમાં ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રદાન રહ્યું છે, મહિલાઓ પોતાની જવાબદારીઓ સાથે સ્વાસ્થ્યની જાળવણી કરવાનું ન ભુલાય તે મહત્વનું છે.

શ્રી કુસુમબેન પંડ્યા : નેતા શાસક જૂથ


Share

Related posts

અમદાવાદ-શ્રાવણ માસ નિમિતે અમદાવાદ શહેરમાં એ એમ સી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દરિયાપુર ચકલા વિસ્તારમાં કરાયું ચેકીંગ…

ProudOfGujarat

સુરત : ઓલપાડ ડભારી દરિયા કિનારેથી ૧૩.૫૬ લાખની કિમતનું ચરસ ઝડપાયું

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવા હરિપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!