Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરની નગરપાલિકાની આજરોજ મળેલ સામાન્યસભા સત્તાધારીપક્ષ ભાજપાના સદસ્યોના આંતરિક વિખવાદના કારણે મુલતવી રહેતા વિકાસના કામો ઉપર કોઈ નિર્ણય ન લેવાતાં નગરજનોને હજુ તકલીફનો સામનો કરવો પડશે

Share

જંબુસર નગરપાલિકાની સામાન્યસભા આજરોજ પાલિકા પ્રમુખ કોશલ્યાબેન દુબેના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી. પ્રથમ સમાન્યસભામાં શોકદર્શક ઠરાવ પસાર કરીને તાજેતરમાં અવસાન પામેલ પાલિકાના માજી સદસ્ય ઊર્મિલાબેન પટેલ, કેન્દ્રના માજી મંત્રી સુષ્મા સ્વરાજ, અરુણ જેટલીને શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ એ જ સ્થળે મળેલ બીજી સામાન્યસભા નગરના વિકાસના કામો નક્કી કરવા માટે મળેલ હતી. જેમાં નગરજનો સહિત તાલુકાનાં પ્રજાજનો જે માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેવો એસ.ટી.ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રિંગરોડ તથા ટંકારી ભાગોળથી પિશાચેશ્વર મહાદેવ સુધીના માર્ગ સહિત અન્ય નગરના વિકાસના કામો નક્કી કરવામાં આવનાર હતા. પરંતુ સત્તાધારી ભાજપના સદસ્યોના આંતરિક મતભેદોના કારણે સામાન્યસભા ચાલી શકે તેમ ન હોય તથા ભાજપા પાલિકા સદસ્ય તથા કારોબારી ચેરમેન હરદીપ સિંહ યાદવ તથા મહિલા સદસ્ય સુનિતાબેન ખારવા સામાન્યસભા છોડીને જતાં રહેતા પાલિકા પ્રમુખ કોશલ્યાબેન દુબે સામાન્યસભા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. સામાન્યસભા મુલતવી રાખીને પ્રમુખ તથા સત્તાધારી પક્ષના સદસ્યો સ્થળ છોડીને જતાં રહ્યા બાદ વિપક્ષના સદસ્યો સભાખંડ ખાતે બેસી રહ્યા હતા અને મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાને સભાખંડ હાજર રહેવા તથા સામાન્યસભા ચલાવવા જણાવતાં એક તબક્કે મુખ્ય અધિકારી તથા વિપક્ષના સદસ્યો વચ્ચે ખેચમતાનીના દ્રશ્યો સર્જાયા હતા. આજની મુલતવી રહેલ સામાન્યસભા બાબતે પાલિકા પ્રમુખ કોશલ્યાબેન દુબેને અમારા પ્રતિનિધિએ પૂછતાં તેઓએ જણાવ્યુ હતું કે નગરજનો તથા તાલુકાનાં પ્રજાજનો માટે અતિઉપયોગી એવ રિંગરોડનું કામ 14 માં નાણાંપંચની ગ્રાંટમાં લેવાનું બહુમતી સદસ્યો દ્વારા નક્કી થયેલ હતું પરંતુ કેટલાક સદસ્યો આ કામ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાં લેવાનો આગ્રહ રાખતા હતા. પરંતુ સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજનામાં આ રોડની તાંત્રિક મંજૂરીમાં વિલંબ થતો હોય નગરજનો તથા તાલુકાની પ્રજાને રાહત મળે અને તાકીદે રોડનું કામ હાથ ધરાય તે માટે 14માં નાણાંપંચમાં કામ લેવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

મુંબઈની બિલ્ડીંગમાં સામૂહિક ગાયત્રી મંત્રનું પઠન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!