Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ જંબુસર પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

Share

આજરોજ શુક્રવારના રોજ જંબુસર પોલીસ લાઇન હેડ ક્વાર્ટરના વિશાળ ચોગાનમાં જંબુસર શહેર પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા નિર્ધારિત કાર્યક્રમ અને આયોજન મુજબ પોલીસ હેડક્વાર્ટરમાં મૌલાના મદની મેમોરીયલ હાઇસ્કુલ જંબુસર nssયુનિટ અને પોલીસ કર્મીઓ હોમગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સદર હેડક્વાર્ટરમાં ખોદકામ તથા વૃક્ષારોપણની જગ્યા માટેની સાફસૂફી કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ કૌશલ્યાબેન ડૂબે માજી ધારાસભ્ય શ્રીકિરણભાઇ મકવાણા ચંદ્રકાંત પટેલ મનન પટેલ પપ્પુભાઇ દુબે તેમજ જંબુસર dysp સાહેબ શ્રી એજી ગોહિલ સાહેબ જંબુસર પીઆઇ રાઠવા સાહેબ સીપીઆઇ સાહેબ શ્રી તેમજ મૌલાના મદની મેમોરીયલ હાઇસ્કૂલના આચાર્ય બશીર પટેલ વ્યાયામ શિક્ષક લતીફ અને એન એસ એસ યુનિટના સ્વયં સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભવ્ય સહકાર આપ્યો હતો જંબુસર પોલીસ સહિત સમગ્ર જંબુસર પોલીસ સ્ટાફ આ પ્રસંગે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરા તાલુકામાં પતિના ખોટા વહેમના ત્રાસથી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

ProudOfGujarat

નેત્રંગ સ્થિત કસ્તુરબા બાલિકા ગાંધી વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે બાળકીઓને ભેટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!