જનતા કેળવણી મંડળ સંચાલિત ડી.જે શાહ સ્કૂલ તથા જે.એમ.શાહ.સાયન્સ કોલેજમાં મુંબઈની આલ્ક્લાઇન અમીન્સ કેમિકલ લિમિટેડના સહયોગથી સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવે છે. જેનું ઉદ્દધાટન ભરુચ મત વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ કર્યું હતું.
સ્માર્ટ ક્લાસ ઉદ્દધાટન પ્રસંગે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઈ સોલંકી તથા આલ્ક્લાઇન અમીન્સ કેમિકલ કંપનીના એકઝીક્યુટિવ ડાયરેક્ટર કિરીટભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જનતા કેળવણી મંડળ દ્વારા તેમની ભગિની સંસ્થાઓમાં ધોરણ- એકથી કોલેજ સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. મંડળ બાળકોની પ્રગતિ અને ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે ડી.જે.શાહ સ્કૂલ ખાતે મોરિયા માર્કેટિંગ વડોદરા દ્વારા તૈયાર કરવામાં આવેલ. એજ્યુકેશનલ સોફ્ટવેરનું આલ્ક્લાઇન અમીન્સ કેમિકલ કંપનીના એકઝીક્યુટિવ ડાયરેક્ટર કિરીટભાઇ પટેલે દાન આપી સ્માર્ટ ક્લાસનો શુભારંભ કરાવ્યો જેનું ઉદ્દધાટન સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ બાળાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યું હતું.ઉદ્દધાટક મનસુખભાઇ વસાવાએ સ્માર્ટ ક્લાસની સફળતા ઇચ્છી હતી. બાળકોને ઉત્તમ પ્રકારનું સારું શિક્ષણ મળે તથા બાળકો માટે માર્ગદર્શન પ્રેરણા દાઈ પ્રવચન કર્યું હતું. આ શીટ વિજ્ઞાન સાથે કદમ મિલાવવા સ્માર્ટ ક્લાસના શિક્ષણને આવકાર્યું સંર્ટ ક્લાસમાં તજજ્ઞો થકી ભારતના ભાવિ નાગરિકો ધડાશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રશંગે સંસ્થાના ચેરમેન શિરીશભાઈ શાહ, વાઇસ ચેરમેન રશ્મિકાંત દેખતાવાળા, ખજાનચી અજયભાઈ ભંડારી, નગરપાલિકા પ્રમુખ કૌશલ્યાબેન ડૂબે, મહેશભાઇ ગાંધી, તાલુકા અગ્રણિયો, દાતા કંપની ડાયરેક્ટર કિરીટભાઇ પટેલ, ભગિની સ્કૂલના આચાર્યો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર ખાતે સ્માર્ટ ક્લાસનું ઉદ્દધાટન કરતાં સાંસદ મનસુખ વસાવા
Advertisement