જંબુસર નગરમાં ઠેરઠેર ગાયો રખડતી જોવા મળે છે. ધણીવાર ગાયોને લઈ રાહદારીઓ તથા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. જેને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જંબુસર નગરમાં શહેર અને તાલુકાની જનતા રોજબરોજ નોકરી ધંધા તથા અગત્યના કામ અંગે આવતા હોય છે. ત્યારે જંબુસર નગર જાણે ગાયોનું આશ્રય સ્થાન બન્યું હોય તેમ ઠેર ઠેર છૂટી રખડતી ગાયો, ગધેડા જોવા મળે છે. શહેરના બજાર વિસ્તાર, નગીના મસ્જિદ સહિત અન્યો સ્થળોએ તથા ટંકારી ભાગોળ જ્યાં સ્કૂલ, કોલેજ આવતાં વિધાર્થી ભાઈ-બહેનો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કઈ બાજુથી પસાર થવું તે અંગે અવઢવમાં મૂકાતા હોય અને ધણી વખત અકસ્માતનો ભોગ પણ જાણતા બનતી હોય છે. હાલ ચોમાસાની ઋતુ હોય રખડતા પશુઓ જ્યાં ત્યાં શૌચ કરતાં હોય ગંદકીમાં વધારો થતો હોય છે. જંબુસર નગરપાલિકા દ્વારા રખડતા અને ભેલાણ કરતાં પશુઓને ઢોરડબ્બામાં પુરવામાં આવે છે તો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ પાલિકાતંત્ર લાવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.
જંબુસર નગરમાં રખડતી ગાયોને લઈ પ્રજા ત્રાહિમામ, પાલિકાતંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવશે ખરી ?
Advertisement