રંગઅવધૂત પરિવાર જંબુસરના યુવાનોના સંકલ્પથી જંબુસરમાં કાછિયાપટેલની વાડી ખાતે ત્રિદિવસીય શ્રી નર્મદા પુરાણ કથા યોજાતા તેનો પ્રારંભ તા.20-09-19 ના રોજ થયો હતો. અવધૂત પરિવારના વડીલ ઠાકોરભાઈ અમનપૂરિયાએ ઉપસ્થિતોનું શબ્દોથી સ્વાગત કર્યા બાદ મહાનુભાવો અને ભક્તોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.
સંજયભાઈ ઉપાધ્યાય પોરવાળાએ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતના સથવારે શ્રી નર્મદા પુરાણની કથાનો પ્રારંભ કર્યો હતો.” કાર્તિક સ્વામીએ ભોળાનાથની ઉપાસના કરી તેમને પ્રસન્ન કર્યા અને પાર્વતી સહિત શંકર પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું અને કાર્તિક સ્વામીએ નર્મદામૈયાએ પૃથ્વી પર ઉતારવાની માંગણી જગતના કલ્યાણ માટે કરી હતી. એક વખત મહાદેવજી વિધ્યાચળ પર્વતના મેકલ શિખર ઉપર ઉગ્ર તપ કરી રહ્યા હતા ત્યારે તેમના શરીરમાથી પરસેવાની ધારાઓ નીકળી અને નર્મદામૈયાનો પ્રવાહ બની ગઈ આમ રૂદના દેહમાથી પ્રગટ થયા હોવાના કારણે માં નર્મદાને રૂદ દેહા ખેવામાં આવે છે. મનુષ્યનું મન લુચ્ચું છે. વ્યક્તિને પાપ કરવાની પ્રેરણા આપે છે જ્યારે અંતરઆત્મા પાપ કરવાથી બચાવે છે. માં નર્મદામૈયાના દરેક કિનારા પાવન છે. તેના તટ પર તપ કરવાથી ભક્તિ અને શક્તિ આપે છે. નર્મદામાં ને પ્રસન્ન કરવાથી ભોળશંકર પ્રસન્ન થાય છે. હંમેશા મનમાં શુભ સંકલ્પો કરવા જોઈએ નકારાત્મક વિચારો કરવા નહીં. નર્મદા કથા સાંભરનારના પાપો નાશ પામે છે. નર્મદામૈયાની ઉત્પતિથી લઈ બંને કાંઠે કેવા કેવા ઋષિમુનિઓએ તપ કર્યા, યજ્ઞ કર્યા તે અંગે સવિસ્તાર છણાવટથી સમજાવ્યું.
કથાશ્રવણ કરવા ભક્તો તથા આજુબાજુના ગામડેથી ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહી કથાશ્રવણનો લાભ લીધો હતો.
જંબુસર ખાતે નર્મદા પુરાણ કથાનો પ્રારંભ
Advertisement