આમોદમાં લક્ષ્મીનારાયણ મંદિરના લાભાર્થે
પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવત કથા .
લક્ષ્મીનાયરણ મંદિરે વ્યાસપીઠ ઉપર બિરાજી કથાકાર સૌરભભાઈ નવી દીવીવાળાએ સંગીતમય ભાગવત કથાનું રસપાન કરાવ્યું.
આમોદમાં કાછીયાવાડ ખાતે નવા બનેલા લક્ષ્મીનારાયણ મંદિરના લાભાર્થે સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું સાત દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આજે બપોરે લક્ષ્મીનારાયણ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ડીજે ના તાલ સાથે નીકળેલી પોથીયાત્રામાં ભક્તિમય ગીતો સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. આજે બપોરે લક્ષ્મીનારાયણ મંદિરેથી નીકળેલી પોથીયાત્રા આમોદના મુખ્ય માર્ગો ઉપર ફરી તિલક મેદાન થઈ મંદિરે પરત ફરી હતી. તેમજ આમોદના તિલક મેદાન ખાતે બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી.લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત કાછીયા પટેલ સમાજ દ્વારા મંદિરના લાભાર્થે ૭/૮/૨૦૧૯ થી ૧૩/૮/૨૦૧૯ સુધી દરરોજ બપોરે ૨:૩૦ થી ૬:૦૦ કલાક સુધી કથાકાર સૌરભભાઈ નવી દીવીવાળા વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.
લક્ષ્મીનાયરણ મંદિરે વ્યાસપીઠ ઉપર બિરાજી કથાકાર સૌરભભાઈ નવી દીવીવાળાએ સંગીતમય ભાગવત કથાનું રસપાન કરાવ્યું.
Advertisement