Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

Share

સ્વામી વિવેકાનંદજીની ૧૫૮ જન્મજયંતીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન જંબુસર શહેરના સ્વરાજભવન તથા તાલુકાના અણખી ગામેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.

અણખી ગામે સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી અનુલક્ષી યોજાયેલ બાઈક રેલીના પ્રારંભે સ્વામી વિવેકાનંદજીના ફોટાને તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ બાલુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ નીતિન ભાઇ પટેલ (ભોલો), અગ્રણી એડવોકેટ જશુભાઈ મિસ્ત્રી સહિત અગ્રણીઓએ પુષ્પમાળા અર્પણ કરી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ બાઈક રેલી જંબુસર તાલુકાના વાવલી ઉચ્છદ વહેલમ બોજાદ્રા જાફરપુરાથી પરત અણખી આવી પહોંચી હતી બાઈકરેલી અણખી આવી પહોંચતા જ્યાં તેનું સમાપન કરાયું હતું. જંબુસર શહેરમાં બાઈક રેલી સ્વરાજભવનથી નીકળી જંબુસર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં જંબુસર શહેર યુવા મોરચા પ્રમુખ અમિત પ્રજાપતિ, શહેર ભાજપ મહામંત્રી મનન પટેલ, પંકજ પટેલ, શૈલેષભાઈ કાછીયા પટેલ સહિત યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચમાં પતંગ દોરીમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી.

ProudOfGujarat

વાલિયા પોલીસે ૨૦૦૮ ના વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!