ભરૂચ ખાતે રહેતા અનુસૂચિત જાતિના વકીલ ઘર સામાનની ખરીદી કરવા ગયાં હતાં અને નજીવી બાબતમાં ચાર વ્યક્તિઓએ તકરાર કરી જાહેરમાં જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા વકીલ જશુભાઈ જાદવનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયેલ જે અધમ કૃત્ય કરી તેમની હત્યા કરવામાં આવેલ જે અંગે પોલીસ ફરિયાદ પણ આપેલ તેમ છતાંય પોલીસે અટકાયતી પગલાં ભરેલ નથી જે બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જંબુસર તાલુકા અગ્રણી પ્રભુદાસભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જંબુસર મામલતદારને આવેદનપત્ર આપવા અનુસૂચિત જાતિના અગ્રણીઓ યુવાનો સૌ આંબેડકર ભવન પાસે એકત્ર થયાં હતાં અને મામલતદાર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા હતા જ્યાં જંબુસર મામલતદાર જી.કે શાહને આવેદનપત્ર આપી તહોમતદારોને સખત સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તારીખ ૧૭/૧૨/૨૦ નાં રોજ ભરૂચ ખાતે રહેતા જશુભાઈ દયાળભાઈ જાદવ ઘર સામાનની ખરીદી કરવા ભરૂચ ભોલાવ પાસે કચ્છ સુપર સ્ટોરમાં ગયાં હતાં તે સમયે નજીવી બાબતમાં દિનુભા શિવસિંહ રાણા, પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ રાણા, અજીતસિંહ રણજીતસિંહ રાણા, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રાણા વગેરે ભેગા મળી તકરાર કરી જાહેરમાં જીવલેણ હુમલો કરી જશુભાઈ જાદવને ગંભીર ઇજાઓ કરતાં તારીખ ૨૭/૧૨/૨૦ ના રોજ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયેલ જે અધમ કૃત્ય કરી તેમની હત્યા કરવામાં આવેલ છે જે બાબતે પોલીસ ફરિયાદ આપેલ હોવા છતાય પોલીસે દસ દિવસ સુધી અટકાયતી પગલાં ભરેલ નથી જે શરમજનક બાબત છે. આવા માથાભારે તત્ત્વોને છાવરવામાં આવે તો તે અંગે જવાબદારો સામે કાયદેસર પગલાં ભરવા તથા તહોમતદારને સખતમાં સખત સજા કરવામાં આવે અને ફરિયાદીના પરિવારને ન્યાય આપવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરી છે. મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપવા સમાજના અગ્રણીઓ યુવાનો ભાઈઓ-બહેનો હાજર રહ્યાં હતાં.
ભરૂચ : અનુસૂચિત જાતિ ઉપર થતાં અત્યાચાર અંગે જંબુસર મામલતદારને આવેદનપત્ર…
Advertisement