ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં નહાર ગામનાં શિક્ષકની બદલી અટકાવવા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી તાલુકાનાં શિક્ષણ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી, બદલી નહીં અટકે તો આંદોલનની ચીમકી આપી હતી. નહાર ગામનાં લોકોએ જણાવ્યું કે આગામી સમયમાં શાળાઓનાં શિક્ષકોની બાબતમાં વધ-ઘટ સેટીંગ થનાર છે. અમારી નહાર ગામની શાળા બાબતે જાણવા મળેલ મુજબ અમારા ઉત્સાહી અને ખંતીલા શિક્ષક નરેન્દ્રભાઈ યુ મોરી શાળા બહાર અન્ય શાળામાં જઈ રહયા છે જે અમારે માટે ઘણી જ દુઃખદ બાબત છે.
કાયદાકીય જોગવાઈ પ્રમાણે ધોરણ ૬ થી ૮ માં વધ પડે છે પરંતુ અમારી જાણ મુજબ આ શિક્ષકે તા.૨/૩/ ૨૦૧૯ નાં રોજ પોતે ધોરણ ૬ થી ૮ નો વિકલ્પ રદ કરી ધોરણ ૧ થી ૫ માં જવા અરજી આપેલ હતી પરંતુ તેનો કોઈ પ્રતિસાદ મળેલ ન હતો જો તે વિકલ્પને રદ કરવામાં આવે તો હાલની સ્થિતીએ અમારી શાળામાં ધોરણ ૧ થી ૫ માં ઘટ પણ છે. વળી અમારા આ ઉત્સાહી શિક્ષકે પોતાની ૧૪ વર્ષની ફરજ દરમ્યાન તાલુકા, જિલ્લા, રાજયકક્ષાએ અને રાષ્ટ્રકક્ષાએ વિવિધ પ્રકારની સિદ્ધિઓ મેળવેલ છે જેની નકલ આ સાથે સામેલ છે તેઓએ શિક્ષણકાર્ય માટે અભ્યાસિક પ્રવૃતિઓમાં પણ અમારા ગામનું નામ રોશન કરેલ છે જો આ શિક્ષક અમારી શાળામાંથી જશે તો અમારા બાળકોનું ભાગ્ય અંધકારમય બની જશે તેથી પ્રયાસો કરી આ શિક્ષક અમારી શાળામાં રહે તેમ કરવા નમ્ર અરજ છે. જો તેમ કરવામાં નહી આવે તો અમે અમારા બાળકોએ મેળવેલ તમામ શિલ્ડ અને પ્રમાણપત્રો પરત જમા કરાવીશું વળી શાળાને સત્યાગ્રહના માર્ગે જઈ તાળાબંધી કરીશુ અને આમારા તમામ બાળકોના શાળામાંથી સર્ટી કાઢી અમે શાળા બહિષ્કાર કરીશુ. અમારા બાળકોના શિક્ષણ માટે શાળા સમય ઉપરાંત સવારે અને સાંજે બાળકો વિવિધ પ્રકારની પ્રવૃતિ માર્ગદર્શન આપી તૈયાર કર્યા છે જે અમારા માટે ગૌરવની બાબત છે જો આ શિક્ષક જશે તો અમારા બાળકોનું ભાગ્ય અંધકારમય બની જશે એમ જણાય છે ખુલાસીની વાત તો એ છે કે અમારી શાળામાં સ્પોર્ટ શિક્ષક ન હોવા છતા આવી સિદ્ધિ મેળવી છે એ વિશેષ ગૌરવની વાત છે. તો ઉપરોકત તમામ બાબતોને ધ્યાનમાં રાખી તે પર પૂરતું ધ્યાન આપી ઘટતું કરવા અમારા ગ્રામજનોની નમ્ર અરજ છે.
ભરૂચ : કર્તવ્ય નિષ્ઠ શિક્ષકની બદલી રોકવા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મેદાનમાં…..જંબુસર તાલુકાનાં નહાર ગામના લોકોએ તંત્રને રજુઆત કરી.
Advertisement