Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

Share

જંબુસર તાલુકાનાં નોંધણા ગામે એક હોનારત સર્જાય હતી જેમાં મકાન ધરાશાયી થતા બે બાળકીઓનું કરૂણ મોત નીપજયું હતું. આ અંગે વિગતે જોતાં અર્જુનસિંહ છત્રસિંહ પરમારનાં મકાન પર બીજા ઘરની દીવાલ ધરાશાયી થતાં ઘરનાં કાટમાળ નીચે બે બાળકીઓ દબાઇ જતાં તેમના મોત નીપજયાં હતા. અર્જુનભાઈની બે દીકરી હિના ઉં.13 તથા વૈશાલી ઉં.12 નું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું. અર્જુનભાઈને કુલ 3 દીકરીઓ પૈકી એક દીકરીને બચાવી લેવામાં આવી હતી. આ બનાવ વહેલી સવારે બનતા મોટો અવાજ આવતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડી એક દીકરીને બચાવી લેવાય હતી જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે જંબુસર રેફરલ હોસ્પિટલ અને પોલીસે કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

હાઇવે પર થી પસાર થતા વાહનો માંથી માલ સામાન ની ચોરી કરતી કૂખ્યાત “ગેડીયા” ગેંગના સાગરીત ને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો.

ProudOfGujarat

સુરતનાં પુણા ગામ માતૃશક્તિ સોસાયટીના રહીશોએ નજીકમાં વહેતી કોહીલી ખાડીનાં દુર્ગંધ મારતા પાણીનાં મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

વડોદરાના પાદરામાંથી NCB એ 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડયું : જેમા 2 મહિલઓ સામેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!