ઔદ્યોગિક એકમોના ટ્રીટેડ એફ્લુએન્ટનું વહન કરતી વડોદરા એન્વાયરો કેનલ લિ.ના એફ્લુએન્ટના પ્રવાહી સારોદ ગામમાં આવેલ ખેતરોમાં ફરી વળતા ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાની શંકા સેવાઈ રહી છે. વડોદરા એન્વાયરો કેનલ લિમિટેડ દ્વારા ૩૦૦ વધુ નાનાં-મોટાં ઔદ્યોગિક એકમોનું ટ્રીટેડ એફ્લુએન્ટ પ્રવાહી પાઈપલાઈન મારફતે વહન કરે છે અને તે વડોદરાથી પાદરા તાલુકામાંથી પસાર થઇ તાલુકાના સારોદ ખાતે આવેલ દરિયામાં ઠલવાય છે. સતત ૫ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે કેનલમાં ભંગાણને કારણે વીઇસીએલના એફ્લુએન્ટનું કેમિકલ પ્રવાહી જંબુસર તાલુકાના સારોદ ગામની ખેતીની જમીનમાં ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાની સાથે રોષ વ્યાપ્યો હતો.આ બાબતે ખેડૂતોએ જંબુસર મામલતદારને લેખિતમાં જાણ કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેનલમાં છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી ઓવરફ્લો થતા સારોદ ગામની આશરે ૨૦૦ થી ૩૦૦ એકર જમીનમાં પાણી ફરી વળ્યાં છે. ખેતરોમાં દોઢ થી બે ફૂટ પાણી ભરાઈ જતા કપાસ અને તુવેરના પાકને નુકશાન થયું છે.
જંબુસર : સારોદ ગામે VECL એફલુએન્ટ કેનલનું કેમિકલ યુક્ત પાણી ફરી વળતાં ખેતીનાં પાકને ભારે નુકસાન.
Advertisement