સમયસર માહીતી ન આપતાં જંબુસર નગર પાલિકાનાં મુખ્ય અધિકારીને રૂ.25,000 નો દંડ ફટકારાયો હતો. આ દંડની રકમ મુખ્ય અધિકારીનાં પગારમાંથી કપાત કરાશે અથવા તેમણે પોતે જમા કરાવવા પડશે. આ અંગે વિગતે જોતા પરેશ ભુપેન્દ્રભાઈ ગાંધીએ માહીતી અધિકારનાં આધારે તા. 19/3/19 ના રોજ માહીતી માંગી હતી જેમાં જંબુસર સેવા સદન દ્વારા જાહેર કામકાજ અંગે વિગતો માંગવામાં આવી હતી રસ્તા, ગટર, પાણી પુરવઠા, ચેક ડેમો સહિત તમામ જાહેર કામો ક્યારે જાહેર કરાયા, ક્યારે ટેન્ડર બહાર પડાયા, કોને કામ અપાયું, કેટલી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી તે તમામ માહીતી માંગવામાં આવી હતી. માહિતી લાંબી હોવાથી પરેશ ગાંધીએ તમામ વિકલ્પો આપ્યા હોવા છતાં મુખ્ય અધિકારી રાહુલ વી. ઢોળીયા માહીતી આપી શક્યા નહતા તેથી તેમણે પ્રાદેશિક સ્તરે પણ રજુઆત કરી હતી તેમ છતાં માહિતી ન મળતા આખરે કાનૂની રાહે લડત આપતાં આખરે જંબુસર સેવા સદનનાં મુખ્ય અધિકારી રાહુલ ઢોળીયાને રૂ. 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
માહીતી અધિકાર હેઠળ માહિતી ન અપાતા જંબુસર નગર પાલિકાનાં મુખ્ય અધિકારીને રૂ. 25,000 નો દંડ કરવામાં આવ્યો.
Advertisement