જંબુસર નગરમાં ભારે વરસાદનાં પગલે ઠેરઠેર વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. સાથે જ નગરનાં મુખ્ય વિસ્તારમાં બે મકાનો ધરાશાયી થયા હતા. જંબુસર નગરમાં જર્જરિત મકાનોની સંખ્યા વધુ છે ત્યારે નગરપાલિકા દ્વારા આવા મકાનોને ઉતારી લેવા અંગે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. જેના પગલે જર્જરિત મકાનો વરસાદી વાતાવરણમાં ધરાશાયી થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જર્જરિત મકાન ધરાશાયી થવાના પગલે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ધરાશાયી થયેલ મકાનોની આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
Advertisement