Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ટંકારી ભાગોળ પાસે જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી

Share

એલ.સી.બી પોલીસ કુલ રૂપિયા ૩.૭૦ લાખ કરતા વધુ મત્તા જપ્ત કરાય
ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના અને એલ.સી.બી પી.આઈ જે.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.એસ.ચૌહાણ અને તેમની ટીમે મળેલ બાતમીના આધારે જંબુસર ટંકારી ભાગોળ પાસે જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડયા હતા. તેમની અંગ જડતી દાવ પરના નાણા અને મોબાઈલ નંબર ૧૩ મોટરસાઈકલ અને ફોરવીલ મળી કુલ ૩.૭૦ લાખ કરતા વધુની મતા જપ્ત કરી હતી. એમ.એમ કટીંગ ની દુકાનમાં જુગાર રમતો હતો. જુગારીઓમાં અમરસિંહ બેચરસીહ પઢીયાર રહે.જંબુસર, ફેજાદ મુબારક પટેલ રહે.હીગલોટ, સરફરાજ વલી પટેલ રહે.મોના પાર્ક ભરૂચ, મોલેશ મહેન્દ્ર ઠકકર રહે.જંબુસર, વિરલ ભીખાભાઇ પટેલ રહે.કરખડી પાદરા, અખ્તર અલી પટેલ રહે.જંબુસર,ફિરદૌસ અબ્દુલ પટેલ રહે.જંબુસર, મોહમ્મદ સત્તાર ઘાટી રહે.જંબુસર, સંદીપ ઈશ્વર પટેલ રહે.જંબુસર, કીર્તિરાજ નરેન્દ્ર ગોહિલ રહે.જંબુસર, યોગેશ્વર શ્રીકૃષ્ણ પટેલ રહે.અયોધ્યા નગર ભરૂચ, ઈમ્તિયાઝ અબ્દુલ પટેલ ને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. આ બનાવમાં એલ.સી.બી પી.એસ.આઇ એ.એસ.ચૌહાણ એ નોંધપાત્ર કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદના ઈપકોવાલા હૉલ ખાતે વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથનુ આગમન.

ProudOfGujarat

રક્તદાન શિબિરનું આયોજન વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

મહુધાના અલીણા ગામે સગા ભાઈ-ભાભીનું કાસળ કાઢનાર નાના ભાઈને ફાંસીની સજા ફટકારતી નડિયાદની સેસન્સ અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!