Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ખાતર ખરીદીમાં ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા.

Share

જંબુસર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને ખાતર વેચવામાં આવે છે. ખાતર ખરીદી કરવા આવતા ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય એમ એકબીજાની લગોલગ ઊભેલા નજરે પડતા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં વરસાદના આગમન સાથે હવે ખેડૂતો ખેતીના કામમાં જોતરાઇ જવા ખાતરની ખરીદી માટે દોડધામ કરી રહ્યા છે ખેડૂતો ખાતર ખરીદી માટે વહેલી સવારથી જ કતારો લગાવી દેતા હોય છે જંબુસરમાં છેલ્લા દસ દિવસથી યુરિયા ખાતરની અછત હતી ગઇકાલે જ બે ગાડી માલ આવ્યો હોવાની ખેડૂતોને જાણ થતાં જ ખાતર લેવા માટે પડાપડી થતી હોય તેમ ખેડૂતો ખાતર લેવા અધિરા બન્યા હતા. હાલ કરોના વાયરસની મહામારી ચાલતી હોય તંત્ર દ્વારા માસ્ક પહેરવું, ડિસ્ટન્સ જાળવવું તેવી જાહેરાત કરવામાં આવતી હોય તેમ છતાંય જંબુસર તાલુકાના ખેડૂતો ખાતર લેવા માટે એકબીજાની લગોલગ લાંબી કતારો લગાવી સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળતા હતા. જંબુસર તાલુકા કોર્પોરેટીવ પરચેજ એન્ડ સેલ યુનિયન દ્વારા ખાતર લેવા આવતા ખેડૂતો માટે નોટિસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું છે કે ખાતર લેવા આવતા ખેડૂતોએ આધાર કાર્ડ લાવવું, ફરજિયાત એક મીટરના અંતરે ઊભા રહેવું, સરકારના આદેશોનું પાલન કરવું તેમ છતાંય ખેડૂતો ખાતરની લાઇમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તે નજરે પડતું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ઇફતાર પાર્ટી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : પોલિયો નાબુદીકરણ અંગે એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓની નવી પહેલ.

ProudOfGujarat

લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!