Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તવક્કલ સોસાયટીમાં ૧,૦૭,૦૦૦/- રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

જંબુસર ડાબા ચોકડી તવક્કલ સોસાયટીના બંધ મકાનમાંથી કોઇ અજાણ્યા ચોર ઈસમ મકાનનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોનાનો હાર તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૭,૦૦૦/- ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ડાભા ચોકડી પાસે તવક્કલ સોસાયટી બંગલા નંબર ૩૮ માં રહેતા સદ્દામ હુસૈન બશીરભાઈ ભટ્ટી ગત તારીખ ૧૯/૭/૨૦ ના રોજ પોતાના પરિવાર સાથે આમોદ તાલુકાના બુવા ગામે મોસાળ સાસરીમાં મહેમાની કરવા ગયા હતા અને બે દિવસ રોકાયેલા તે દરમિયાન સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં સોસાયટીમાં રહેતા મિત્રનો ફોન આવેલ કે ઘરના આગળનાં ભાગે આવેલ લોખંડની ગ્રીલનો નકુચો તૂટેલો છે અને મકાનનાં અંદરના મુખ્ય દરવાજાને મારેલ તાળું પણ તોડી મુખ્ય દરવાજો ખુલ્લો છે જેથી સદ્દામ હુસૈન ભટ્ટી બુવા થી જંબુસર તવક્કલ સોસાયટીમાં આવેલ અને જોતાં દરવાજાને મારેલ તાળુ તુટેલ તથા દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં જઇ જોયું તો પલંગ પર સામાન વેર વિખેર પડેલ તથા રૂમમાં મૂકેલા તિજોરીના દરવાજા ખુલ્લા હતા તિજોરીમાં જોતાં લોકરમાં મુકેલ સોનાના બે તોલાનો હાર રૂપિયા ૮૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂપિયા ૨૭,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૭,૦૦૦/- ની ચોરી થયેલ હોય જંબુસર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવા પામી છે. જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ ૧ માં અપક્ષે બાજી મારી ચારમાંથી ૩ અપક્ષ ઉમેદવાર ચૂંટાયા : અપક્ષની ઐતિહાસિક જીત.

ProudOfGujarat

ભારતીય ટ્રાઈબલ પાર્ટી ઝઘડિયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરાઈ.

ProudOfGujarat

પાલેજમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!