ભરૂચ જીલ્લાનાં જુદા જુદા વિસ્તારોમાં દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ જણાઈ છે જેના પગલે જે તે વિસ્તારનાં ગામોમાં ભયની લાગણી ફેલાય જાય છે. તાજેતરમાં જંબુસર તાલુકાનાં કુંઢળ, મહાપુરા, ખાનપુરા અને મગનાદ ગામની સીમમાં એક દીપડો ફરતો હોવાની વાતો ફેલાતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે. જેના પગલે ખેડૂતો અને ખેત મજૂરો સીમમાં જવા તૈયાર નથી એટલા અંશે ભય ફેલાય ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મોડી સાંજે ખાનપુરની સીમમાં ખેડૂતે એક દીપડાને જોયો હતો સાથે તેના પંજાના નિશાન પણ જણાયા છે. આ અગાઉ પણ દીપડો કુંઢળ ગામની સીમમાં તેમજ મહપુરા જવાના માર્ગ પર પણ જણાયો હતો. નવાઈની બાબત એ છે કે દીપડો જંબુસરનાં રેલ્વે સ્ટેશનનાં પાછળની સીમનાં વિસ્તારમાં જણાયો હતો. આવી બાબતો જાણવા મળતાં જંબુસર વન વિભાગ કચેરીનાં RFO એ જણાવ્યુ કે વન વિભાગ દ્વારા લોકોએ આપેલ માહિતીની ખરાઈ કરવા માટે ટ્રેકિંગ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. જે ટ્રેકિંગ દરમ્યાન દીપડાનાં પંજાના નિશાન મળી આવેલ છે. તેના આધરે વન વિભાગ અધિકારીઓને કર્મચારીઓએ દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેવા સમયે હાલ તો લોકોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે.
જંબુસરનાં જુદા જુદા ગામોની સીમમાં દીપડો દેખાતાં રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ.
Advertisement