Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

જંબુસરની કન્યાશાળામાં ૪ બાળકીઓ સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલા

Share

ભરૂચના જંબુસરની આજની આશરે ૪ વાગ્યાની ઘટના

સસ્તી ફળિયા કન્યા શાળા

Advertisement

જંબુસર પોલીએસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

જંબુસર નગરની એક પ્રાથમિક શાળાના શિક્ષકે તેના વર્ગમાં અભ્યાસ કરતી  ૪ બાળકીઓ સાથે શારીરિક અડપલાઓ કર્યાની રાવ બાલાકિઓએ તેમના વાલી સમક્ષા ગુજારતા આક્રોશમાં આવેલ વાલીઓએ પ્રાથમિક શાળા ઉપર હોબાળો મચાવ્યો હોવાનો તથા આ બનાવ બાબતે જંબુસર પોલીસે કાયાદેસરની કાર્યવાહી પોસ્કો એક્ટ હેઠળ તપાસ હાથ ધારી હોવાના સમાચાર સાંભળ્યા છે.

જંબુસર નગરની પ્રાથમિક શાળા નાં ધો.૪ માં અભ્યાસ કરતી ૪ બાળકિઓએ તેમના શિક્ષક શંકરભાઈ પરમાર તેમની સાથે શારીરિક અડપલા અભ્યાસ દરમ્યાન કરતા હોવાની રાવનો તેઓના માતા-પિતા પાસે ગુજારતા માતા-પિતા સહિત શાળામાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓના વાલીઓમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો. અને વાલીઓના ટોળેટોળા પ્રાથમિક શાળા ખાતે ઉમટી પડયા હતા અને પોતાનો આક્રોશ વ્યકત કરતા હતા દરમ્યાન જંબુસર પોલીસને જાન કરતા જંબુસર પોલીસ પ્રાથમિક શાળાએ દોડી ગઈ હતી. અને વાલીઓના આક્રોશ ને શાંત પાડવાનો પ્રયત્ન કરી ને શિક્ષક ને તથા પીડિત બાળકીઓને તથા તેઓના માતા પિતા ને પોલીસ સ્ટેશન લાવ્યા હતા જ્યાં પીડિત બાળકીના પિતાએ કસૂરદાર શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસે ૩૫૪(એ) ૩૨૩ તથા પોસ્કો એક્ટ અન્વયે ગુણો દાખલ કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે ગત તા. ૫-૧૧-૧૭ નાં રોજ પણ જંબુસર તાલુકા થી એક પ્રાથમિક શાળાના શિક્ષક વિરુધ્દ શારીરિક અડપલાની ફરિયાદ નોંધાઈ હોવા છાતા આજ દિન સુધી આ શિક્ષક પોલીસ પકડથી દૂર છે ત્યારે આજ રોજ નગરની એક પ્રાથમિક શાળામાં આવો જ બનાવ પૂનઃ બનતા નગરજનોમાં રોશની લાગણી પ્રવર્તિ છે.

હારૂન પટેલ

 

 


Share

Related posts

ભરૂચ-વાલિયા ટાઉનમાં સોશિયલ મીડિયામાં યુવતીની હેરાનગતિ મુદ્દે બે જૂથ બાખડયા,બે વ્યક્તિને ઇજા…

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલને 52 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat
error: Content is protected !!