Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં વધારો થવાથી ભરૂચ જિલ્લા કલેકટર સાહેબ જંબુસર જઈ તબીબો, આગેવાનો સહીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કોરોના સામે પહોંચી વળવા ચર્ચા વિચારણા કરી હતી.

Share

જંબુસર નગરમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી. મોડીયા સાહેબ જંબુસર દોડી આવ્યા હતા. તબીબો, આગેવાનો સહીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કોરોના જેવી બીમારી સામે પહોંચી વળવા ચર્ચા વિચારણા કરી હતી.

સાથે જ્યાં પોઝિટીવ કેસ મળી આવ્યા છે તે વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્ક્ષતામાં તબીબો, આગેવાનો સહીત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં તકેદારીનાં ભાગરૂપે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જંબુસર નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૫ આખે આખો કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારને સીલ કરીને વિસ્તારમાં અવરજવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

સાથે ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે.જેટલા પણ પોઝિટીવ કેસ મળી આવ્યા છે તેઓની હાલ વડોદરા અને અંકલેશ્વર કોવીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમના પરિવાર હોમ કોરોનટાઇન છે. આ તમામ હોમ કોરોનટાઇન છે તેવા ૧૧૧ લોકોને દારુલ કુરાન કોરોનટાઇન સેન્ટરમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પોલીસ સ્ટેશન નજીક જ બાબરીના વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું, ચાર લોકો ઇજાગ્રસ્ત..!

ProudOfGujarat

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીઃ કેવડીયા સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ

ProudOfGujarat

આ જગ્યા પર મતદારો થયા નારાજ, એક પણ મત ના પડ્યો, જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!