ગુજરાતનાં પત્રકારોની વેદના અને સરકારી વ્યવસ્થામાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ અંગે ધારાસભ્ય જંબુસર સંજયભાઈ સોલંકીને લેખિત આપી રજૂઆત કરી અને સરકાર દ્વારા પત્રકારોને મળતા લાભો અંગે વિસ્તૃત ચર્ચા પત્રકાર એકતા સંગઠન ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રભારીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પત્રકારોને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. દેશનો ચોથા સ્ટમ્પ મજબૂત હશે, પ્રદેશની પ્રગતિ અને જન સમસ્યાઓ સરકાર કે નેતાઓ સુધી અને સરકારે કરેલા કાર્યોને જનતા સુધી પહોંચાડતું માધ્યમ મજબૂત બનશે, ગુજરાતનાં પત્રકારો રાજ્યની આફતોમાં તંત્ર કે શાસન સાથે કદમ મિલાવી ખડે પગે આ પૂરતા સાધનો હોવા છતાં કામગીરી કરે છે છતાંય પત્રકારો સૌથી ખરાબ સ્થિતિ અનુભવી રહ્યા છે છેલ્લા પચ્ચીસ વર્ષોમાં પત્રકારોને કંઈ મળતું નથી ઉલ્ટાનું છીનવાઈ ગયું છે. પત્રકારોની વેદના અને વ્યથામાં પચ્ચીસ વર્ષ પહેલાં સાપ્તાહિક અખબારોને વર્ષે ૧૫ સરકારી જાહેરાતો મળતી હતી તે હવે ૫ કે ૭ પૂરતી સિમિત છે. જાહેરાતોના ભાવમાં મોંઘવારી પ્રમાણે વધારો મળતો નથી. માહિતી વિભાગ દ્વારા પત્રકારોને વર્ષે ઐતિહાસિક સ્થળના પ્રવાસ કરવામાં આવતો હતો જે ઘણાં વર્ષ વધી બંધ છે. પત્રકાર કોલોની માટે ટોકનદરે પ્લોટ અને મકાન સહાય પણ આપવામાં આવતી હતી જે આજે બંધ છે. ૬૦ વર્ષ પછી નિવૃત્તિ પેન્શન સહાય જે વર્ષો જૂની વણઉકલી માંગણી છે. પત્રકારનાં પરિવારનો અમૃત કારના બદલે આયુષ્યમાન ભારત યોજનામાં જોડવા પત્રકારને મૃત્યુ સમયે તેના પરિવારને ૧૦ લાખ રૂપિયા સહાયની વર્ષો જૂની માંગણી ફોટોગ્રાફર કે કેમેરામેને એક્રેડિશન કાર્ડ મળે આ સહિત પત્રકાર સુરક્ષા કાનૂન બનાવવામાં આવે તે અંગે જંબુસર ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને પત્રકાર એકતા સંગઠન ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઇ મુલાણી તથા પ્રભારી ધર્મેશભાઇ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં રજૂઆત કરવામાં આવી તથા લેખિત આપી પત્રકારોને વેદના અંગે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવા જણાવ્યું હતું. ધારાસભ્યને રજૂઆત કરવા જંબુસર તાલુકા પ્રમુખ નિખિલભાઇ જાની જિલ્લા ઉપપ્રમુખ ફિરોજ દિવાન જિલ્લા મંત્રી રફીક મલેક તથા સહમંત્રી સલીમ પટેલ હાજર રહ્યા હતા.
Advertisement :