જંબુસર તાલુકાનાં ૫૧૫ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે ભરૂચથી ટ્રેન ઉપડનારી હોય જંબુસર એસ.ટી ડેપોથી ભરૂચ જવા મામલતદારની ઉપસ્થિતિમાં રવાના કર્યા છે. હાલ કોરોના વાયરસની મહામારીમાં લોક ડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉનને ૫૮ મો દિવસ હોય તાલુકાની કંપનીઓમાં છૂટક મહેનત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતીય શ્રમિકોની લોકડાઉનને કારણે રોજી રોટી છીનવાઈ ગયેલી જેને લઇ પોતાના માદરે વતન જવા અધિરા બન્યા હતા અને રાજ્ય સરકારના આદેશ અનુસાર તાલુકામાં રહેતા ૩૭૦૦ જેટલા પરપ્રાંતિયોની યાદી મામલતદાર જંબુસર દ્વારા તૈયાર કરવામાં આવેલ કલેક્ટર ભરૂચની સૂચના અનુસાર અને મામલતદાર જંબુસર બીએ રોહિતની નિગરાની હેઠળ અત્યાર સુધી ૧૫૦૦ જેટલા શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા છે. આજરોજ જંબુસર એસ.ટી ડેપો ખાતેથી ૫૧૫ જેટલા શ્રમિકોને લઇ બસ ભરૂચ રવાના કરી હતી વતન જતા શ્રમિકોના મોઢા પર ખુશી છલકાતી હતી. શ્રમિકો વતન જતા હોય મામલતદાર જંબુસર દ્વારા ફૂડ પેકેટ તથા પાણીની બોટલોની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. શ્રમિકોને વતન રવાના સમયે નાયબ મામલતદાર કમલેશભાઈ પટેલ નાયબ મામલતદાર પુરવઠા મનહરભાઈ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.
જંબુસર તાલુકાનાં ૫૧૫ શ્રમિકોને વતન જવા માટે ભરૂચ રવાના કર્યા.
Advertisement