Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે આવેલી પીડીલાઇટ કંપનીનાં કામદારોને પગાર ન મળતા હોબાળો કરવામાં આવ્યો.

Share

હાલ જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં અણખી ગામે આવેલી પીડીલાઈટનાં લેબરો પોતાનું ઘર તંત્ર ચાલવવા માટે નોકરી કરતા હોય છે ત્યારે આજે કંપનીનાં કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કંપની કામદારો આજે 100 થી 150 લોકો કંપનીમાં કામ કરતા હતા અને આજ કામદારો મેનેજમેન્ટ રજુઆત કરવા જતા કંપની દ્વારા એમ જણાવામાં આવ્યુ કે તમારો પગાર મળે નહીં. ત્યારબાદ કંપનીનાં અમુક ચોક્કસ મુખ્ય લેબર દ્વારા મીડિયા બોલાવ્યા બાદ આ મીડિયા સમક્ષ રજૂઆત કરતા કંપનીનાં મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર દ્વારા જણાવવામાં આવેલ કે હું હાલ સ્થિતીને ધ્યાને લઈ હું બિલ બનાવી મેનેજમેન્ટને આપીશ ત્યારબાદ આપણો તમામ પગાર મળી જશે. આમ જણાવતા કંપનીનાં લેબરો લોકડાઉન અમલ કરી મામલો ઠારે પાળી પોતે ઘરે પરત ફર્યા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં UPLના ગોડાઉનમાં આગ: ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે આગ લાગવાથી ઔદ્યોગિક વસાહતમાં અફરાતફરી મચી

ProudOfGujarat

ભરૂચ : ઉમેદવારી પત્રકો ભરવાના અંગેના અંતિમ દિવસ નજીક તેમ-તેમ રાજકીય ઉત્તેજનાઓ વધી.

ProudOfGujarat

પાલેજ ખાતે ૭૩ માં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!