Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકીને જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડવામાં આવી.

Share

ગતરોજ તારીખ નવ માર્ચના રોજ જંબુસર આમોદ મત વિસ્તારનાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમના મોબાઇલ પર વિદેશના કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોલ આવ્યો હતો કોલ રીસીવ કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલી ધમકી આપી હતી તથા ધાર્મિક લાગણી દુભાઈ તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા જે અંગે ધારાસભ્ય દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. વિદેશથી ટેલિફોન પર અજાણ્યા ઈસમે ધારાસભ્યને ધમકી આપતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા જે અનુસંધાને આજરોજ એપીએમસી હોલ ખાતે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસી અગ્રણીઓ કાર્યકરો ભેગા થઈ મીટિંગ કરવામાં આવી અને વિદેશથી અજાણ્યા ઈસમે ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપ્યાની ચર્ચાએ જોર પકડયું અને તેને એક સાથે સમુહમાં સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી. મીટિંગમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેન્દ્ર સિંહ યાદવ જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદભાઇ તલાટી તાલુકા પંચાયત સદસ્ય મુસ્તાકભાઇ કારભારી લઘુમતી સેલ પ્રમુખ ઇબ્રાહીમ રસુલભાઇ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા એ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

વાંકલ : કઠોર કેળવણી મંડળ દ્વારા બસો ચાલુ કરવા રજુઆત કરાઇ.

ProudOfGujarat

પ્રખર સનાતની બાગેશ્વરધામના અધિપતિ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંકલેશ્વર ગુરુકુલના જયસ્વરૂપ શાસ્ત્રીનું સમર્થન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!