Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં અણખી ગામેથી પાંચ ફૂટનો મગર ઝડપાયો.

Share

જંબુસર તાલુકાના અણખી ગામેથી પાંચ ફૂટનો મગર ઝડપાયો જંબુસર તાલુકાના અણખીગામ તળાવમાંથી પાંચ ફૂટના મગરને ગામનાં જાબાઝ પાંચ યુવાનો ઝડપી પાડી જંગલખાતાને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અણખી ગામેથી અવારનવાર ગામ તળાવમાં મગર દેખાય છે. જેને લઇ ગ્રામજનોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળે છે. આજરોજ અણખીગામ તળાવમાંથી મગર રહેણાંક વિસ્તાર તરફ જતો હોય દૂધ ભરવા આવેલ દેવ અને મેહુલભાઇને નજરે પડતાં તેની જાણ ગામના યુવાન સંદીપભાઈ સુજાણીને કરતા તાત્કાલિક તેમની ટીમ સાથે આવી પહોંચી ઘણી જહેમત બાદ પાંચ ફૂટના મગરને ઝડપી પાડયો હતો મગર ઝડપાયાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા લોકો મગરને જોવા લોકો ઉમટી પડયા હતા. ગામમાંથી ઝડપાયેલ મગરને મુક્ત કરવા જંગલખાતાને જાણ કરી છે.

Advertisement

Share

Related posts

સુરત : સરકારી શાળાના આચાર્યે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થવા બનાવ્યા મેથ્સનાં QR કોડ.

ProudOfGujarat

ગોધરા તાલુકામાં કુણ નદી પર આવેલ વેન્ટેડ ડીપ પર પુલ બનાવવાની કામગીરીને ધ્યાને રાખી અવર-જવર 15 મી નવેમ્બર, 2020 સુધી પ્રતિબંધિત વૈક્લ્પિક રસ્તાઓ જાહેર કરાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં શિવરાત્રી પર્વની ઉમંગથી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!