Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : કાવી ગામે પ્રેમ સંબંધમાં ઝેરનાં પારખાં કરતાં પરણિત પ્રેમીનું થયેલું મોત.

Share

જંબુસર તાલુકાનાં કાવી ગામનાં બાગ ફળિયામાં રહેતાં 28 વર્ષીય પરણેતર પ્રેમીએ પ્રેમ સંબંધમાં ઝેરનાં પારખાં કરતાં મોતને શરણે થવાનાં સમાચાર પ્રાપ્ત થયાં છે. પ્રાપ્ત વિગત અનુસાર કાવી ગામે બાગ ફળિયામાં રહેતાં 28 વર્ષીય રાઠોડ નરેશભાઇ બાબુ ભાઈને ગામની જ હંસાબેન નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને બંનેને પ્રભુતામાં પગલાં માંડવા હતા પરંતુ બંને પ્રેમી પાત્રો અલગ-અલગ સમાજનાં હોય જેથી સમાજનાં ડરના કારણે બંને પ્રેમી પાત્રો પોતાની જીવન લીલા સંકેલી લેવા રાત્રીના સમયે તળાવની પાળની પાછળ આવેલ કપાસનાં ખેતરમાં બંને જણે ઝેરી દવા ગટગટાવી જતાં રાઠોડ નરેશભાઇ બાબુભાઇ (ઉં.28) કાવી નાઓનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. જયારે તેની પ્રેમિકા દવા પીને ત્યાંથી વસતી વિસ્તારમાં જતી રહેતાં લોકોએ તેને દવાખાને લઈ જતાં તેનો અદભુત બચાવ થયો હતો. જોકે મરણ થનાર રાઠોડ નરેશભાઈએ લગ્ન કરેલ હોય અને ત્રણ બાળકો પણ છે. જયારે બચી ગયેલ પ્રિયતમા કુંવારી છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે લોકો કહે છે કે પ્રેમ આંધળો છે પરંતુ પ્રેમ આંધળો નથી પ્રેમ કરનારા આંધળા છે. જોકે પ્રિયતમા દવાખાનામાં સારવાર હેઠળ છે. તેની તબિયત સુધારા પર છે. ઉપરોકત બાબત અંગે મરણ થનારનાં પિતા શ્રી રાઠોડ બાબુભાઇ પુજાભાઈ રહે.કાવી નાઓએ કાવી પોલીસને જાણ કરતાં કાવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે ૭૩ માં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત…

ProudOfGujarat

જંબુસર બજાર લોકોની અવર જવરથી ધમધમી ઉઠયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!