ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકાનાં કાવી કંબોઇ ગામ ખાતે મહા શિવરાત્રીનાં મેળામાં ખિસ્સા કાતરુઓ આવ્યા હોવાથી પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનામાં પાંચ જેટલા લોકો ચોરીનાં મોબાઈલ સાથે ઝડપાયા હતા. જંબુસરનાં કાવી કંબોઇ ગામનાં દરિયા કિનારે શિવજીનાં મંદિરે મહા શિવરાત્રી દરમ્યાન મેળો ભરાઈ છે. હજારો લાખો લોકો ઉમટી પડે છે. ત્યાં જ આ મેળામાં મોબાઈલ ઉઠાવગીરા, ખિસ્સા કાતરુ, પાકિટ ચોર આવતા હોય છે. તેવી માહિતીને પગલે જીલ્લા પોલીસ વડાએ પોલીસ જવાનોને શકમંદોને અટક કરવાની સૂચના આપી હતી. જેમાં એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં મેળામાં ફરતાં પાંચ લોકો મકસુદ રસુલ- જંબુસર, સાજીદ મલેક-જંબુસર, હસન પટેલ-જંબુસર, યાસીન સિંધી-સબજેલ પાસે ભરૂચ, જીગ્નેશ ગોહિલ-અંદાડાને અટક કરતાં તેમની પાસેથી અલગ અલગ કંપનીનાં 10 મોબાઈલ ફોન કિંમત રૂ.2,55,000 નાં કબ્જે કર્યા હતા સાથે ઇકો ફોર વ્હીલ ગાડી પણ કબ્જે કરીને કુલ રૂ.35,000 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી તપાસ શરૂ કરી છે.
જંબુસરનાં કાવી કંબોઇ શિવરાત્રી મેળામાં પાંચ મોબાઈલ ચોર ઝડપાયા.
Advertisement